ઍલિસ ચીનના મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ સિક્યૉરિટી (MSS)ના સંપર્કમાં રહી હતી, પરંતુ તેણે ચીની એજન્સીને મહત્ત્વપૂર્ણ માહિતી આપી હોવાના સંકેત મળ્યા નથી.
એલિસ હૂવાંગ અને જેન્સન હૂવાંગ
ચીની બિઝનેસવુમન ઍલિસ હૂવાંગને જાસૂસી ઑપરેશનના ભાગરૂપે એન્વિડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેન્સન હૂવાંગ સાથે સંબંધ બાંધવા માટે ચીને નિર્દેશ આપ્યો હોવાના કોઈ પુરાવા અમેરિકાના ગુપ્તચર અધિકારીઓને મળ્યા નથી. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA), ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI), નૅશનલ સિક્યૉરિટી એજન્સી (NSA) અને ઑફિસ ઑફ ધ ડિરેક્ટર ઑફ નૅશનલ ઇન્ટેલિજન્સ (ODNI)ના અધિકારીઓએ બુધવારે કૉન્ગ્રેસના સ્ટાફર્સને ગુપ્ત બ્રીફિંગમાં આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ સંબંધ ગુપ્તચર ઑપરેશનને બદલે અંગત હોઈ શકે છે.ઍલિસ ચીનના મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ સિક્યૉરિટી (MSS)ના સંપર્કમાં રહી હતી, પરંતુ તેણે ચીની એજન્સીને મહત્ત્વપૂર્ણ માહિતી આપી હોવાના સંકેત મળ્યા નથી.
