ઈરાનને ૨૯ લાખ કરોડ રૂપિયાનું રીકન્સ્ટ્રક્શન ફન્ડ મળશે અને અમેરિકાની કંપનીઓ ઈરાનમાં રોકાણ કરશે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત ૬૦ દિવસના યુદ્ધવિરામના સમાધાનમાં એક બહુ મોટી વાત બહાર આવી છે. અમેરિકાએ ઈરાનને થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે ફન્ડ આપવાની તૈયારી બનાવી છે. ઈરાનમાં તબાહ થયેલા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રીકન્સ્ટ્રશન પ્રોગ્રામ તરીકે આ ફન્ડ આપવામાં આવશે. ન્યુ યૉર્ક ટાઇમ્સના કહેવા મુજબ સમાધાન પર હસ્તાક્ષર થશે તો ઈરાનને ૩૦૦ અબજ ડૉલર એટલે કે લગભગ ૨૮ લાખ કરોડ રૂપિયાનું ફન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત અમેરિકાની કંપનીઓને ઈરાનમાં રોકાણ કરવાની અનુમતિ પણ મળી શકે છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બન્ને દેશો વચ્ચે પરમાણુ સમાધાન પણ લગભગ થઈ ગયું છે અને હવે ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે અને ઈરાન પાસે જે પણ સંવર્ધિત યુરેનિયમનો ખજાનો છે એ ખતમ કરી દેવામાં આવશે. જોકે ટ્રમ્પના આ દાવાને ઈરાની અધિકારીઓએ રદિયો આપ્યો છે. ઈરાની વિદેશ ખાતાના પ્રવક્તા ઇસ્માઇલ બઘઈએ કહ્યું હતું કે પરમાણુ મુદ્દા પર કોઈ વાતચીત નથી ચાલી રહી.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટમાં તરતી બારુદી સુરંગ જોવા મળી
ઓમાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક શંકાસ્પદ તરતી બારુદી સુરંગ જોઈ હોવાની જાણકારી આપી છે. ઓમાનના સમુદ્રી સુરક્ષાકેન્દ્રએ જહાજો અને માછીમારોને સાવધાની રાખવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘દરિયામાં એક શંકાસ્પદ વસ્તુ જોવા મળી છે એનાથી દૂર રહેવું. એ ફ્લોટિંગ માઇન હોઈ શકે છે.’
