ઈરાનના પલટવારમાં અમેરિકાના મિડલ ઈસ્ટમાં આવેલા ૧૩ સૈન્ય-બેઝ પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયા છે
ઈરાનના મિસાઇલ હુમલામાં તબાહ થયેલો અબુ ધાબીમાં આવેલો અમેરિકાનો અલ ધાફરા ઍર-બેઝ.
ઈરાનના પલટવારમાં અમેરિકાના મિડલ ઈસ્ટમાં આવેલા ૧૩ સૈન્ય-બેઝ પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયા છે એવો ખુલાસો ન્યુ યૉર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ઈરાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓમાં મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકાના સૈન્ય-અડ્ડાઓને જબરદસ્ત નુકસાન ભોગવવું પડ્યું છે. આ ખુલાસો અમેરિકાના જાણીતા વર્તમાનપત્ર ન્યુ યૉર્ક ટાઇમ્સના રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં દાવો થયો છે કે મિડલ ઈસ્ટના ૧૩ સૈન્ય-બેઝ હવે જરાય રહેવાલાયક નથી રહ્યા. ઈરાનના વળતા હુમલાને કારણે અમેરિકાની સેનાએ લાંબા સમયના યુદ્ધમાં ઊતરવું પડ્યું છે અને મિડલ ઈસ્ટમાં સતત ઈરાન દ્વારા થતા હુમલાને કારણે અમેરિકાના સૈન્ય-બેઝને લગભગ નિર્જન બનાવી દીધા છે. એને કારણે સૈનિકોને હોટેલો અને અન્ય ઑફિસોમાં અસ્થાયી શરણ લેવું પડ્યું છે.’
રિપોર્ટમાં કહેવાયું છે કે ઈરાનના ભારે પલટવારને કારણે અમેરિકાના કુવૈતમાં આવેલા પોર્ટ શુએબા, અલી અલ સાલેમ ઍર-બેઝ અને સૈન્ય-બેઝને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.
