Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગામ અને માગાઠાણે વચ્ચે બનશે નવો એક્સપ્રેસવે, ૬૦ મિનિટનું અંતર ૧૦ મિનિટમાં કાપી શકાશે

ગોરેગામ અને માગાઠાણે વચ્ચે બનશે નવો એક્સપ્રેસવે, ૬૦ મિનિટનું અંતર ૧૦ મિનિટમાં કાપી શકાશે

Published : 27 March, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ અને ગોરેગામ-મુલુન્ડ લિન્ક રોડને કનેક્ટ થશે

ગોરેગામ અને માગાઠાણે

ગોરેગામ અને માગાઠાણે


BMC દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. ગોરેગામ (ફિલ્મસિટી) અને માગાઠાણેને જોડતો ૫.૫ કિલોમીટર લાંબો ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે બનાવવાની યોજના તૈયાર કરી દેવાઈ છે, જે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને સમાંતર ચાલશે. નવા કૉરિડોરને પગલે એક કલાકનું અંતર માત્ર ૧૦ મિનિટમાં કાપી શકાશે. ૨૦૨૮ના અંતમાં અથવા ૨૦૨૯ની શરૂઆતમાં આ પ્રોજેક્ટ પૂરો થશે એવી અધિકારીઓની ધારણા છે.

આ નવો કૉરિડોર વર્સોવા-દહિસર-ભાઈંદર લિન્ક રોડ (VDBLR) કૉરિડોર પર બનનારા કોસ્ટલ રોડને જોડવા ઉપરાંત અને ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) વચ્ચે પણ એક મહત્ત્વપૂર્ણ કડી બની રહેશે. કોસ્ટલ રોડનો એક છેડો ઈસ્ટ તરફ લંબાવવામાં આવશે જે માગાઠાણે પાસે આ કૉરિડોર સાથે જોડાશે. માગાઠાણેથી ગોરેગામ ફિલ્મસિટી ખાતે બની રહેલી ટ્વિન ટનલ દ્વારા સીધા મુલુંડ અને ત્યાંથી ઐરોલી તરફ જઈ શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK