Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાન પર મોટો હુમલો કરવાની ફિરાકમાં અમેરિકા

ઈરાન પર મોટો હુમલો કરવાની ફિરાકમાં અમેરિકા

Published : 16 February, 2026 09:44 AM | IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કતરમાં અમેરિકી વાયુસેનાનાં વિમાનો મોટી સંખ્યામાં તહેનાત થયાં હોવાનો ચીની સૅટેલાઇટનો ખુલાસો

કતરના અલ ઉદૈદ ઍરબેઝ પર લાઇનંબધ ઊભેલાં અમેરિકાની વાયુસેનાનાં KC-135 વિમાનો

કતરના અલ ઉદૈદ ઍરબેઝ પર લાઇનંબધ ઊભેલાં અમેરિકાની વાયુસેનાનાં KC-135 વિમાનો


કતરના અલ ઉદૈદ ઍરબેઝ પર અમેરિકાની વાયુસેનાનાં KC-135 હવાઈ ઈંધણ ભરનારાં વિમાનો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હોવાનો ખુલાસો ચીની સૅટેલાઇટમાં થયો છે. આ ઍરબેઝ પર અમેરિકાએ ભારે માત્રામાં હથિયારો તહેનાત કરી દીધાં છે. બેઝના રનવે પર કમસે કમ ૧૬ KC-135 ટૅન્કર વિમાનો ઊભાં જણાય છે. 

ઈરાન પરમાણુ-સમાધાન કરવા તૈયાર, પરંતુ અમેરિકાએ મૂકેલા પ્રતિબંધો હટાવે તો જ



ઈરાને પોતાનો પરમાણુ-કાર્યક્રમ રોકવા પર સમાધાન કરવાનો રસ્તો ખોલી દીધો છે. તેહરાનનું કહેવું છે કે તેઓ અમેરિકા સાથે સમાધાન કરવાની દિશામાં આગળ વધવા તૈયાર છે, પરંતુ એ માટે તેમની શરત છે. BBC ન્યુઝ સાથે વાત કરતાં ઈરાનના વિદેશ ખાતાના ઉપપ્રધાન માજિદ તખ્ત-રવાંચીએ કહ્યું હતું કે ‘સમાધાન કરવાની ઇચ્છા સાબિત કરવાની જવાબદારી અમેરિકા પર છે. જો અમેરિકા ઈમાનદાર છે તો મને વિશ્વાસ છે કે અમે જરૂર સમાધાન તરફ આગળ વધીશું. જો અમેરિકા પ્રતિબંધોમાં રાહત આપવાનો પ્રસ્તાવ મૂકે તો ઈરાન પોતાના પરમાણુ-કાર્યક્રમ પર સીમા લગાવવા વિશેની ચર્ચા કરવા તૈયાર છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 09:44 AM IST | Doha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK