Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શું આ હુમલામાં ઈરાનનો હાથ છે? ડોનલ્ડ ટ્રમ્પે શક્યતા નકારી

શું આ હુમલામાં ઈરાનનો હાથ છે? ડોનલ્ડ ટ્રમ્પે શક્યતા નકારી

Published : 27 April, 2026 09:20 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હુમલા પછી તરત જ ચાલુ થયેલી સઘન તપાસમાં હજી સુધી કોઈ એવા સબૂત નથી મળ્યા જેમાં ઈરાનનો સીધો કે આડકતરો હાથ હોય

ફાયરિંગના દોઢ કલાક પછી ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરી હતી

ફાયરિંગના દોઢ કલાક પછી ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરી હતી


આ હુમલામાં હાલમાં ચાલી રહેલી તનાવભરી પરિસ્થિતિને કારણે ઈરાન પર શંકા જાય એ સ્વાભાવિક છે. જોકે જ્યારે પત્રકારોએ ડોનલ્ડ ટ્રમ્પને ઈરાનનો હાથ હોવાની સંભાવના વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોય એવું લાગતું નથી. મને નથી લાગતું કે આ હુમલા સાથે ઈરાન જોડાયેલું હોય, પરંતુ તમે નથી જાણતા હોઈ પણ શકે. જોકે આવા હુમલા મને ઈરાનનું યુદ્ધ જીતતાં રોકી નહીં શકે. મારી પાસે જે જાણકારી છે એના આધારે હાલમાં મને ઈરાનનો હાથ લાગતો નથી. હુમલાખોર એકલો જ છે.’

હુમલા પછી તરત જ ચાલુ થયેલી સઘન તપાસમાં હજી સુધી કોઈ એવા સબૂત નથી મળ્યા જેમાં ઈરાનનો સીધો કે આડકતરો હાથ હોય. જોકે સીક્રેટ સર્વિસના અધિકારીઓએ હુમલાખોર હિલ્ટન હોટેલની જે રૂમમાં રોકાયો હતો એ રૂમ અને તેના કૅલિફૉર્નિયામાં આવેલા ઘરે તપાસ કરીને હુમલા સાથે કોણ સંકળાયેલું હોઈ શકે એ સમજવાની પ્રક્રિયા આરંભી દીધી છે. FBIનું કહેવું છે કે ‘પ્રારંભિક તપાસમાં આ કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર નથી લાગતું. જોકે સીધો-સીધો ઈરાની એજન્ટનો હુમલો ભલે ન હોય, પરંતુ પૃષ્ઠભૂમિમાં ટ્રમ્પનો ઈરાન સાથે ચાલી રહેલો તનાવ કારણભૂત હોઈ શકે છે.’



ટ્રમ્પે સુરક્ષા એજન્સીઓની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી શકી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 09:20 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK