૨૦૨૬ની ૨૫ એપ્રિલની રાતે ફરી એક વાર વૉશિંગ્ટન હિલ્ટન હોટેલમાં ૪૫ વર્ષ પહેલાંની ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન
વૉશિંગ્ટનની બહુ જ જાણીતી અને પ્રતિષ્ઠિત વૉશિંગ્ટન હિલ્ટન હોટેલમાં ૪૫ વર્ષ પહેલાં આવો જ ડરભર્યો માહોલ સર્જાયો હતો. આ એ જ જગ્યા છે જ્યાં ૧૯૮૧ની ૩૦ માર્ચે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર હુમલો થયો હતો. આ દિવસ અમેરિકાના ઇતિહાસમાં કાળી ટીલી સમાન છે. રોનાલ્ડ રીગન એક કાર્યક્રમ માટે વૉશિંગ્ટન હિલ્ટન હોટેલમાં પહોંચ્યા હતા. કાર્યક્રમ પૂરો કર્યા પછી જેવા તેઓ બહાર નીકળ્યા ત્યારે જૉન હિન્કલે જુનિયર નામના એક હુમલાખોરે બાવીસ કૅલિબરની રિવૉલ્વરથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં તત્કાલીન રાષ્ટ્રપતિ અને તેમની સાથે સીક્રેટ સર્વિસ એજન્ટ્સ, પોલીસ-અધિકારીઓ અને પ્રેસ-સેક્રેટરી જેમ્સ બ્રૅડી ઘાયલ થયા હતા. આ ઘટના પછી અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષાવ્યવસ્થામાં મોટા બદલાવો કરવામાં આવ્યા હતા.
૨૦૨૬ની ૨૫ એપ્રિલની રાતે ફરી એક વાર વૉશિંગ્ટન હિલ્ટન હોટેલમાં ૪૫ વર્ષ પહેલાંની ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયું. બૉલરૂમમાં લગભગ ૨૬૦૦ લોકો મોજૂદ હતા. એમાં પત્રકારો, નેતાઓ અને મોટા પદાધિકારીઓ સામેલ થયા હતા.
ADVERTISEMENT
૧૯૮૧ની ઘટના પછી આ હોટેલમાં હાઈ-પ્રોફાઇલ કાર્યક્રમો દરમ્યાન સુરક્ષાવ્યવસ્થાને ખૂબ મજબૂત કરવામાં આવી હતી. એમ છતાં એક માણસ હથિયારો સાથે છેક બૉલરૂમ સુધી પહોંચી જાય એ મોટી સુરક્ષાચૂક જ કહેવાય.
