Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં મમતાની પાર્ટીના કાર્યકરના ઘરમાંથી નીકળ્યા ૧૦૦ જીવતા બૉમ્બ

પશ્ચિમ બંગાળમાં મમતાની પાર્ટીના કાર્યકરના ઘરમાંથી નીકળ્યા ૧૦૦ જીવતા બૉમ્બ

Published : 27 April, 2026 08:59 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPના નેતા પ્રદીપ ભંડારીએ આરોપ લગાવ્યો હતો કે આ વિસ્ફોટકો જ્યાંથી મળી આવ્યા એ રફીકુલ ઇસ્લામ તૃણમૂલ કૉન્ગ્રેસનો કાર્યકર છે

BJPના નેતા પ્રદીપ ભંડારીએ TMCના કાર્યકરના ઘરમાંથી મળેલા જીવંત બૉમ્બની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી

BJPના નેતા પ્રદીપ ભંડારીએ TMCના કાર્યકરના ઘરમાંથી મળેલા જીવંત બૉમ્બની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી


પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ભાંગડ વિસ્તારમાં એક ઘરમાંથી ૧૦૦ જીવતા બૉમ્બ મળી આવતાં રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. BJPના નેતા પ્રદીપ ભંડારીએ આરોપ લગાવ્યો હતો કે આ વિસ્ફોટકો જ્યાંથી મળી આવ્યા એ રફીકુલ ઇસ્લામ તૃણમૂલ કૉન્ગ્રેસનો કાર્યકર છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળની પોલીસને કડક પગલાં લઈને ૨૪ કલાકની અંદર તમામ બૉમ્બ અને વિસ્ફોટકો જપ્ત કરી લેવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રદીપ ભંડારીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને TMCની ભયની રાજનીતિને પડકાર આપ્યો હતો. તેમણે લખ્યું હતું, ‘ભયની રાજનીતિ બેનકાબ થઈ રહી છે. ભરોસો હવે TMCના ભયને નાથશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 08:59 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK