Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી ઍરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

દિલ્હી ઍરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

Published : 27 April, 2026 08:34 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝ્યુરિક જતી સ્વિસ ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સની ફ્લાઇટમાં ટેકઑફ કરતી વખતે એન્જિનમાં આગ, ઇમર્જન્સી ઇવૅક્યુએશનમાં ૬ ઘાયલ

આ ઘટના રાત્રે લગભગ ૧.૦૮ વાગ્યે બની હતી

આ ઘટના રાત્રે લગભગ ૧.૦૮ વાગ્યે બની હતી


દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર રવિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઝ્યુરિક જતી સ્વિસ ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સની ફ્લાઇટ LX147 રનવે પરથી ટેકઑફ કરતી વખતે એન્જિનમાં ખામી સર્જાતાં પાઇલટે તાત્કાલિક ટેકઑફ રદ કરી દીધી હતી. આ ઘટના રાત્રે લગભગ ૧.૦૮ વાગ્યે બની હતી.

ઍરબસ A330 વિમાન રનવે પર સ્પીડ પકડી રહ્યું હતું ત્યારે ડાબી બાજુના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને આગની સ્થિતિ સર્જાઈ હતી. ક્રૂએ તરત ટેકઑફ કૅન્સલ કરીને તમામ ઇમર્જન્સી પ્રોટોકૉલ અમલમાં મૂક્યા હતા. વિમાનમાં મુસાફરો, બાળકો અને ક્રૂ સભ્યો સહિત કુલ ૨૩૨ લોકો સવાર હતા. સાવચેતીના ભાગરૂપે તમામ મુસાફરોને ઇમર્જન્સી સ્લાઇડ દ્વારા વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.



ઇવૅક્યુએશન દરમ્યાન ૬ મુસાફરોને ઈજા થતાં તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 08:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK