યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાની અર્થવ્યવસ્થા ભારત, ચીન અને ટર્કી સાથેના ઊર્જા વેપાર પર આધારિત છે. તેમણે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અપીલ કરી અને કહ્યું કે એનાથી યુદ્ધ ખતમ કરવામાં મદદ મળી શકે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે ‘રશિયન ઇકૉનૉમી ભારત, ટર્કી અને ચીન પર નિર્ભર છે. જો અમેરિકા, ચીન અને ભારત રશિયા પર દબાણ લાવે તો એ યુદ્ધ લડી શકશે નહીં. ભારત યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે.’
એક ન્યુઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે ‘રશિયા એની અર્થવ્યવસ્થાનો આધાર ભારત અને ક્યારેક ટર્કી તથા ચીન પર રાખી રહ્યું છે. એ સ્પષ્ટ છે કે જો આ દેશો રશિયા સાથેનો તેમનો ઊર્જાવેપાર બંધ કરી દે તો રશિયાએ યુદ્ધ લડવાનું બંધ કરવું પડશે. ભારત, ચીન અને અમેરિકા સામૂહિક રીતે એ સુનિશ્ચિત કરી શકે છે કે રશિયા હવે યુક્રેન યુદ્ધ લડી ન શકે.
ઝેલેન્સ્કીએ ભારતને રશિયા સાથેનો ઊર્જાવેપાર બંધ કરવા પણ અનુરોધ કર્યો હતો. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયન તેલની ખરીદી બદલ અમેરિકાએ ભારત પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
