ઑસ્ટ્રિયામાં રહેતા ભારતીય લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ઑસ્ટ્રિયાની રાજ્ય મુલાકાત દરમિયાન મળીને ખુશ થયા હતા. તેઓએ PM મોદીને વડા પ્રધાન તરીકેની ત્રીજી ટર્મ માટે અભિનંદન આપ્યા અને તેમના કરિશ્માને `અવિશ્વસનીય` ગણાવ્યો. પીએમ મોદી સાથે મુલાકાત અને વાતચીત કર્યા પછી, ભારતીય ડાયસ્પોરાના સભ્યએ કહ્યું, “વિન્સીએ વડા પ્રધાન માટે એક સુંદર પેઇન્ટિંગ બનાવી છે. જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમણે પેઇન્ટિંગ જોયું અને પૂછ્યું કે આ શું બનાવ્યું છે. પછી વિન્સીએ સમજાવ્યું કે તેણે સતત ત્રીજી જીત બદલ અભિનંદન આપવા માટે એક પેઇન્ટિંગ બનાવી હતી...પીએમએ વિન્સીને પૂછ્યું કે તેણે તેનું નામ શા માટે લખ્યું નથી, તે બાદ પીએમએ વિન્સીને પેઇન્ટિંગ પર પોતાનું નામ લખવા કહ્યું અને પછી તેઓ એક પત્ર લખશે એવું પણ કહ્યું. પીએમએ અમારી સાથે ગુજરાતીમાં વાતચીત પણ કરી.” પીએમ મોદીને એક પેઈન્ટિંગ ભેટ આપનાર એક નાની છોકરી એ કહ્યું કે, “મેં મારી પેઈન્ટિંગ તેમને આપી હતી, તેમણે મને પૂછ્યું કે મેં તેના પર મારું નામ કેમ નથી લખ્યું, તેમણે મને એક પત્ર લખ્યો હોત." ભારતીય ડાયસ્પોરાના અન્ય સભ્યએ કહ્યું, "અમે પીએમ મોદીને મળ્યા હતા અને અમે તેમને ભારતના પીએમ તરીકેની ત્રીજી ટર્મ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમનો કરિશ્મા અવિશ્વસનીય છે. અમે ખૂબ જ ખુશ છીએ કે અમને તેમને મળવાની તક...” PM મોદી સાથે મુલાકાત અને વાર્તાલાપ કર્યા પછી, ભારતીય ડાયસ્પોરાના અન્ય એક સભ્ય કહે છે, “તેમણે મારું નામ પૂછ્યું અને હું કયા ધોરણમાં ભણું છું. હું તેમને મળીને ખુશ છું...” 40 વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા ઑસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી ઓસ્ટ્રિયાના નેતૃત્વ અને ચાન્સેલર કાર્લ નેહામર સાથે વાત કરશે. તેઓ રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેનને પણ મળશે અને ઑસ્ટ્રિયના સીઈઓ અને ભારતીય બિઝનેસ ડેલિગેશન સાથે વાતચીત કરશે. પીએમ મોદી તેમની ઑસ્ટ્રિયા મુલાકાતના અંતિમ તબક્કામાં પીએમ મોદી ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.