ઇરાનિયન મિસાઇલ હુમલા પછીના બીજા દિવસે, 23 જૂને તેલ અવીવના રહેવાસીઓ પોતાનો બચેલો સામાન શોધવા તૂટી પડ્યા હતા. આ હુમલામાં એક રહેણાંક બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું હતું. બચાવ ટિમો, સ્વયંસેવકો અને જીવિત બચેલા લોકો મિલિટરીની દેખરેખમાં સંઘર્ષ કરી રહ્યાં છે. કલાકાર ઓસનાત સ્ટાઇનબર્ગર સહિત ઘણા લોકોને ઘર, યાદો અને જીવનભરની કમાણી ગુમાવવી પડી – લોકો તબાહ થઈ ગયાં.