Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોબાઇલના બૉક્સમાંથી નીકળી ઈંટ

મોબાઇલના બૉક્સમાંથી નીકળી ઈંટ

Published : 06 September, 2026 10:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણમાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી ૧૯ સ્માર્ટફોન અને ૭૪૫ કીમતી વસ્તુઓની ચોરી, CCTV કૅમેરાનાં ફુટેજથી પકડાઈ ચાલ

AI ઇમેજ

AI ઇમેજ


કલ્યાણ-વેસ્ટમાં ફ્લિપકાર્ટના ડિલિવરી ગોડાઉનમાંથી ૧૨,૪૩,૭૮૮ રૂપિયાની કિંમતના ૧૯ મોંઘા મોબાઇલ ફોન અને ૭૪૫ જેટલી કીમતી વસ્તુઓની ચોરી કરવાના આરોપમાં ખડકપાડા પોલીસે ગોડાઉનના સુપરવાઇઝરની ફરિયાદના આધારે ૪ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી છે. ઇન્ટર્નલ ઑડિટમાં ગોડાઉનમાં રાખવામાં આવેલો માલ મોટા પ્રમાણમાં ગુમ થયો હોવાની ખાતરી થતાં ગોડાઉનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. એ સમયે ગોડાઉનમાં કામ કરતા ૪ કર્મચારીઓ માલ સેરવતા નજરે પડ્યા હતા. આ કેસમાં પોલીસે ફુટેજ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ખડકપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑગસ્ટમાં થયેલા ઇન્ટર્નલ ઑડિટમાં ૧૨,૪૩,૭૮૮નો સામાન કસ્ટમર્સ સુધી પહોંચ્યો નથી અને ગોડાઉનમાં પાછો આવ્યો ન હોવાની જાણ થઈ હતી. આ મામલે આંતરિક તપાસ કરીને CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસવામાં આવ્યાં ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. એક ફુટેજમાં એક કર્મચારી કોઈ પણ પરવાનગી વગર પોતાની બૅગમાં પાર્સલ મૂકતો જોવા મળ્યો હતો, જ્યારે ડિલિવરી બૉયે કસ્ટમરે ઑર્ડર કૅન્સલ કર્યો હોવાનું કહીને મોબાઇલનું બૉક્સ ગોડાઉનમાં જમા કરાવ્યું હતું પરંતુ એ બૉક્સ ખોલતાં અંદરથી ફોનની જગ્યાએ ઈંટનો ટુકડો મળી આવ્યો હતો. આ ગેરરીતિ પકડાઈ જતાં જ સંકળાયેલા કર્મચારીઓ અચાનક કામ પર આવવાનું બંધ કરીને ફરાર થઈ ગયા હતા. ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું હતું કે મે ૨૦૨૬થી ઑગસ્ટ ૨૦૨૬ દરમ્યાન આ કર્મચારીઓએ ગોડાઉનમાંથી તબક્કાવાર રીતે ૪.૩૩ લાખ રૂપિયાના ૧૯ સ્માર્ટફોન અને ૮.૧૦ લાખ રૂપિયાની અન્ય ૭૪૫ મોંઘી વસ્તુઓ ચોરી લીધી હતી. આ મામલે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK