Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે અને નવી મુંબઈમાં ચેઇન-સ્નૅચિંગથી આતંક મચાવનાર ૧૯ વર્ષના આરોપીની ધરપકડ

થાણે અને નવી મુંબઈમાં ચેઇન-સ્નૅચિંગથી આતંક મચાવનાર ૧૯ વર્ષના આરોપીની ધરપકડ

Published : 08 March, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી અલગ-અલગ વિસ્તારોમાં જઈ મહિલાઓ અને વડીલોના ગળામાંથી સોનાની ચેઇન છીનવીને ફરાર થઈ જતો હતો. તેની ધરપકડ બાદ અનેક ગુનાઓ ઉકેલાવાની શક્યતા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે અને નવી મુંબઈમાં ગયા અઠવાડિયે દસથી વધારે ચેઇન-સ્નૅચિંગ કરીને આતંક મચાવનાર ૧૯ વર્ષના મોહમ્મદ ઈરાનીની ખડકપાડા અને ચિતલસર પોલીસે ફિલ્મી સ્ટાઇલથી કલ્યાણના આમ્બિવલીમાંથી શુક્રવારે સાંજે ધરપકડ કરી હતી. આમ્બિવલીમાં ઈરાનીની ટોળી દ્વારા પોલીસ પર હુમલાની ઘટનાઓ બનતી હોવાની નોંધ લઈને આરોપીને પકડવા માટે પોલીસે ખૂબ સાવધાનીપૂર્વક યોજના બનાવી હતી. લગભગ ૩ કલાક સુધી પોલીસ-અધિકારીઓ અને ટીમોએ આરોપીને પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરી યોગ્ય સમયની રાહ જોઈને શુક્રવારે સાંજે કાર્યવાહી શરૂ કરી હતી અને માત્ર બે મિનિટ ૩૬ સેકન્ડમાં આરોપીને ઘેરીને પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઑપરેશન ખૂબ જ ઝડપી અને ચોક્કસ રીતે પૂરું કરવામાં આવ્યું હતું જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસની કામગીરી પ્રશંસા કરવામાં આવી રહી છે.

ગુપ્ત માહિતીના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન અમે શોધી કાઢ્યું હતું એમ જણાવતાં ખડકપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અમરનાથ વાઘમોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના ઘોડબંદર અને નવી મુંબઈમાં ગયા અઠવાડિયે મોટી સંખ્યામાં ચેઇન-સ્નૅચિંગની ઘટના નોંધાઈ હતી દરમ્યાન, ચિતલસર પોલીસને બાતમી મળી હતી કે ઘોડબંદર વિસ્તારમાં ચેઇન-સ્નૅચિંગમાં સંડોવાયેલો આરોપી મોહમ્મદ ઈરાની આમ્બિવલીનો છે. ત્યાર બાદ ચિતલસર પોલીસે અમારી મદદ માગી હતી. આમ્બિવલી વિસ્તારમાં પોલીસો પર અવારનવાર હુમલો કરવામાં આવતો હોવાની નોંધ લઈને અમે આરોપીને પકડવા માટે યોગ્ય ઑપરેશન ગોઠવ્યું હતું જે અનુસાર તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ ઈરાની પર થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર-વસઈ-વિરાર અને મુંબઈ વિસ્તારમાં ચેઇન-સ્નૅચિંગના ૨૮થી વધુ ગુના નોંધાયેલા છે. આરોપી અલગ-અલગ વિસ્તારોમાં જઈ મહિલાઓ અને વડીલોના ગળામાંથી સોનાની ચેઇન છીનવીને ફરાર થઈ જતો હતો. તેની ધરપકડ બાદ અનેક ગુનાઓ ઉકેલાવાની શક્યતા છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK