Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્લોઝિંગ સેરેમનીમાં દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક, સુખબીર અને ગ્લોબલ સ્ટાર રિકી માર્ટિનનો પર્ફોર્મન્સ

ક્લોઝિંગ સેરેમનીમાં દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક, સુખબીર અને ગ્લોબલ સ્ટાર રિકી માર્ટિનનો પર્ફોર્મન્સ

Published : 08 March, 2026 08:47 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્તમાન ભારતીય ટીમ ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ, ૨૦૨૪ T20 વર્લ્ડ કપ અને ૨૦૨૫ ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ હવે ૨૦૨૬ T20 વર્લ્ડ કપ ફાઇનલ રમીને સતત ચોથી ICCની વાઇટ-બૉલ ટુર્નામેન્ટ ફાઇનલ રમનાર ટીમ બનશે.

દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક, સુખબીર અને ગ્લોબલ સ્ટાર રિકી માર્ટિન

દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક, સુખબીર અને ગ્લોબલ સ્ટાર રિકી માર્ટિન


અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચ પહેલાં ક્લોઝિંગ સેરેમની યોજાશે. આ ક્લોઝિંગ સેરેમની વિશે ICCએ મોટી અપડેટ શૅર કરી છે. ગ્લોબલ આઇકૉન અને સુપરસ્ટાર રિકી માર્ટિન સાંજે ૫.૩૦ વાગ્યાથી ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે. ૫૪ વર્ષનો આ અમેરિકન સિંગર અને ઍક્ટર ૧૯૯૮ પછી પહેલી વાર ભારત આવ્યો છે. ૧૯૯૮ના ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ માટે તેણે પ્રતિષ્ઠિત અને ગ્લોબલ હિટ સૉન્ગ ‘ધ કપ ઑફ લાઇફ’ તૈયાર કર્યું હતું. ICCએ અપડેટ આપી હતી કે પંજાબી સિંગર સુખબીર અને દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક પણ પર્ફોર્મન્સ આપશે.

સતત ચોથી ICCની વાઇટ-બૉલ ટુર્નામેન્ટ ફાઇનલ રમનાર ટીમ બનશે ભારત



ICCની વાઇટ-બૉલ ટુર્નામેન્ટ્સમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સતત ૩ ફાઇનલ મૅચ રમવાનો રેકૉર્ડ ધરાવે છે. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ભારતે ૨૦૦૦ની વન-ડે નૉકઆઉટ ટુર્નામેન્ટ, ૨૦૦૨ની ચૅમ્પિયન્સ ટ્રોફી, ૨૦૦૩ની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ રમી હતી. વેસ્ટ ઇન્ડીઝ સતત ૧૯૭૫, ૧૯૭૯ અને ૧૯૮૩ની વર્લ્ડ કપ ફાઇનલ મૅચ રમી હતી. વર્તમાન ભારતીય ટીમ ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ, ૨૦૨૪ T20 વર્લ્ડ કપ અને ૨૦૨૫ ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ હવે ૨૦૨૬ T20 વર્લ્ડ કપ ફાઇનલ રમીને સતત ચોથી ICCની વાઇટ-બૉલ ટુર્નામેન્ટ ફાઇનલ રમનાર ટીમ બનશે. 


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 08:47 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK