Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખારમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની સાઇટ પરથી રિક્ષા પર ઝાડ પડ્યું, બે યુવતીઓ ઘાયલ

ખારમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની સાઇટ પરથી રિક્ષા પર ઝાડ પડ્યું, બે યુવતીઓ ઘાયલ

Published : 12 May, 2026 09:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે કે સુરક્ષાના કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે.

નિર્માણાધીન સાઇટ પરથી પડેલું ઝાડ.

નિર્માણાધીન સાઇટ પરથી પડેલું ઝાડ.


ખારમાં રવિવારે સાંજે એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની સાઇટ પરથી એક વિશાળ ઝાડ રસ્તા પરથી પસાર થતી રિક્ષા પર પડ્યું હતું. આ રિક્ષામાં બે યુવતીઓ અન્ય એક મહિલા મિત્ર સાથે જુહુથી બાંદરા-વેસ્ટમાં જઈ રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઝાડ સાઇટની સુરક્ષા માટે લગાવેલી મેટલની શીટ્સ તોડીને સીધું રિક્ષા પર પડ્યું હતું જેના કારણે બે યુવતીઓને માથા અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જોકે તેમની સાથે રહેલી ત્રીજી મહિલા અને રિક્ષા-ડ્રાઇવર બચી ગયાં હતાં. રિક્ષા-ડ્રાઇવર તરત બન્ને ઈજાગ્રસ્તોને ખાર-વેસ્ટની હિન્દુજા હૉસ્પિટલમાં લઈ ગયો હતો.

હિન્દુજા હૉસ્પિટલના ડૉક્ટરોએ બન્ને યુવતીઓની તાત્કાલિક સર્જરી કરી હતી અને હાલમાં તેમને ૪૮ કલાક સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. ખાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે કે સુરક્ષાના કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK