ઉધાર આપેલા પૈસા પાછા માગ્યા એટલે ૩૫ વર્ષની મહિલાની ભરરસ્તે હત્યા
મરનાર સીમા કાંબળે અને આરોપી રાહુલ ભિંગારકર.
અંબરનાથ વિસ્તારમાં ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈ કાલે બપોરે બે વાગ્યે અંબરનાથ સ્ટેશનના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા બ્રિજ પર ધોળે દિવસે ૩૫ વર્ષની સીમા કાંબળેની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. આ મામલે શિવાજીનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ૨૯ વર્ષના રાહુલ ભિંગારકરની ધરપકડ કરી છે. સીમાએ રાહુલને અમુક પૈસા ઉધાર આપ્યા હતા એ પાછા માગવા જતાં તેની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.