મીરા રોડમાં નૂરજહાં-૧ બિલ્ડિંગમાં એક ઘરનો સ્લૅબ તૂટીને ૪ વર્ષની બાળકી પર પડ્યો હતો
ઘટનાસ્થળ
મીરા રોડમાં નૂરજહાં-૧ બિલ્ડિંગમાં એક ઘરનો સ્લૅબ તૂટીને ૪ વર્ષની બાળકી પર પડ્યો હતો, જેને કારણે બાળકી અને તેના પપ્પા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી, જ્યારે તેના પપ્પાની સારવાર ચાલુ છે.
૪૦ વર્ષ જૂના આ બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ કરવાની યોજના હતી, પરંતુ જરૂરી દસ્તાવેજો ન હોવાથી ૧૦ વર્ષથી બિલ્ડિંગના રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અટકી ગયો છે. એને કારણે જર્જરિત થયેલા બિલ્ડિંગે એક માસૂમ બાળકીનો જીવ લીધો હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

