આ રિક્ષામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે પ્રવાસ કર્યો હતો.
વિમેન્સ ઑફ વ્હીલ કાર્યક્રમ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), કેન્દ્ર સરકારની દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત સ્થાપવામાં આવેલા રાષ્ટ્રીય નાગરી ઉપજીવિકા અભિયાન અને TVSના સંયુક્ત ઉપક્રમે ગઈ કાલે કુર્લામાં આયોજિત વિમેન્સ ઑફ વ્હીલ કાર્યક્રમમાં ભાંડુપ અને કુર્લા સહિત મુંબઈના વિવિધ વિસ્તારોમાં પચાસ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ કરવા રિક્ષા ફાળવવામાં આવી હતી. બચત ગટની મહિલાઓને આપવામાં આવેલી આ રિક્ષામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે પ્રવાસ કર્યો હતો.

