ટેમ્પો-ડ્રાઇવર ગંભીર ઘાયલ, તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
નીતિન બ્રિજ નજીક થયેલો અકસ્માત.
થાણેના નાશિક-મુંબઈ હાઇવે પર નીતિન બ્રિજ ઊતરતી વખતે એક પછી એક વાહનો એકબીજા સાથે અથડાતાં કુલ ૬ વાહનો વચ્ચે સાંકળબદ્ધ અકસ્માત ગઈ કાલે થયો હતો. આ ઘટના નીતિન બ્રિજ નજીક તાતા મોટરના શોરૂમ સામે બની હતી, જ્યાં નાશિક તરફથી થાણે તરફ આવતાં વાહનોમાં અચાનક બ્રેક લાગતાં પાછળથી આવતાં વાહનો અથડાઈ ગયાં હતાં. આ અકસ્માતમાં ટેમ્પોના બાવીસ વર્ષના ડ્રાઇવર શેખ શાબીર મહમૂદના ડાબા પગ અને ડાબા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ, ટ્રાફિક-પોલીસ, સ્થાનિક પોલીસ તેમ જ ફાયર-બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
