ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય શિવાજીરાવ કર્ડિલેનું નિધન થવાથી અહમદનગર જિલ્લાના રાહુરીમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી
રાહુરીની સીટ પરથી જીતેલા BJPના અક્ષય કર્ડિલે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય શિવાજીરાવ કર્ડિલેનું નિધન થવાથી અહમદનગર જિલ્લાના રાહુરીમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. BJPએ શિવાજીરાવ કર્ડિલેના દીકરા અક્ષય કર્ડિલેને ટિકિટ આપી હતી. ગઈ કાલે એ પેટાચૂંટણીનું રિઝલ્ટ આવ્યું હતું જેમાં અક્ષય કર્ડિલેએ જબરદસ્ત જીત મેળવી હતી. તેણે NCP(SP)ના તેના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી ગોવિંદ મોકાટેને સજ્જડ હાર આપી હતી. અક્ષય કર્ડિલેને ૧,૪૦,૦૯૩ મત મળ્યા હતા, જ્યારે સામા પક્ષે ગોવિંદ મોકાટેને માત્ર ૨૭,૫૦૬ મત મળ્યા હતા. આમ અક્ષય કર્ડિલેએ ૧,૧૨,૫૮૭ મતના માર્જિનથી જીત મેળવી હતી.
BJPએ શિવાજીરાવ કર્ડિલેના નિધનને કારણે લેવાયેલી આ ચૂંટણીની શરૂઆતમાં આ ચૂંટણી બિનવિરોધ થાય એ માટેના પ્રયાસ કરી જોયા હતા અને વિરોધ પક્ષોને પણ તેમના ઉમેદવાર ઊભા ન રાખવાની અપીલ કરી હતી. જોકે એમ છતાં વિરોધ પક્ષોએ તેમના ઉમેદવાર ઊભા રાખતાં ચૂંટણી થશે એ નક્કી થઈ ગયું હતું. એ પછી BJPએ ત્યાર બાદ અક્ષય કર્ડિલેના સપોર્ટમાં જોરદાર પ્રચાર કર્યો હતો અને આખરે અક્ષય કર્ડિલે જીતી ગયા.
