Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નસરાપુર કેસ: આરોપીની પત્નીએ કહ્યું જ્યાં બાળકી પર બળાત્કાર થયો હતો ત્યાં જ તેને કચડીને મારી નાખો

નસરાપુર કેસ: આરોપીની પત્નીએ કહ્યું જ્યાં બાળકી પર બળાત્કાર થયો હતો ત્યાં જ તેને કચડીને મારી નાખો

Published : 05 May, 2026 07:40 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નસરાપુર કેસના નરાધમ આરોપીની પત્નીએ રડી પડતાં કહ્યું...જ્યાં બાળકી પર બળાત્કાર થયો હતો ત્યાં જ તેને કચડીને મારી નાખો

આરોપી નરાધમ

આરોપી નરાધમ


પુણેના ભોર તાલુકાના નસરાપુરમાં માત્ર સાડાત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરનાર નરાધમ આરોપીનો પરિવાર પણ કહે છે તેને મારી નાખો. આરોપીની પત્નીએ કહ્યું કે ‘જ્યાં ઘટના બની હતી ત્યાં જ મારા પતિને કચડીને મારી નાખો. મારાં ૧૧ પૌત્ર-પૌત્રી છે. હું પણ કોઈકની માતા છું. ૧૦ વર્ષથી અમારો તેની સાથે કોઈ સંપર્ક નથી. તે ઘરે પણ આવતો નથી.’
આરોપીની પત્નીએ તેનાં અગાઉનાં કારનામાં ઉઘાડાં પાડતાં કહ્યું હતું કે ‘જ્યારે તેણે ૬૫ વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો હતો ત્યારે મારા પેટમાં બાળક હતું. જોકે તેણે મારી દીકરી સાથે કુકર્મ કર્યું હોવાના ગામલોકોએ કરેલા દાવા ખોટા છે.’

આરોપીના દીકરાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘હું સરકારને અપીલ કરું છું કે મારા પિતાને શક્ય એટલી વહેલી તકે ફાંસીની સજા સંભળાવવામાં આવે. મારું મોટું દુર્ભાગ્ય છે કે હું તેમનો દીકરો છું. તેણે પણ પેલી છોકરી જેટલી પીડા સહન કરવી જોઈએ. તેને લોકોના હવાલે કરીને કચડીને મારી નાખવો જોઈએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 07:40 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK