ઍનિમલપ્રેમી અને સ્થાનિક જનતાએ તેને પકડીને જુહુ પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આરોપીની માનસિક હાલત યોગ્ય ન હોવાથી તેણે આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
જુહુ સર્કલ નજીક રસ્તા પર માદા શ્વાન સાથે બળજબરી કરીને શેતાની કૃત્ય કરનાર ૬૫ વર્ષના ભુજંગરાવ પાટીલની મંગળવારે જુહુ પોલીસે ધરપકડ કરી હતી. ભુજંગરાવ પ્રાણીઓ પર અવારનવાર જાતીય અત્યાચાર કરતો હતો. દરમ્યાન મંગળવારે સાંજે જુહુ સર્કલ નજીક જાહેર રસ્તા પર તેણે એક માદા શ્વાન સાથે અત્યાચાર કર્યો હતો. એ સમયે સ્થાનિક નાગરિકોએ એનો વિડિયો કાઢી લીધો હતો. ત્યાર બાદ ઍનિમલપ્રેમી અને સ્થાનિક જનતાએ તેને પકડીને જુહુ પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આરોપીની માનસિક હાલત યોગ્ય ન હોવાથી તેણે આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
જુહુ સર્કલ નજીક રહેતા સ્થાનિક તરુણ નીલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે અમારા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના ઘરની બારીમાંથી ડૉગી સાથે અનૈસર્ગિક કૃત્ય કરતા માણસનો વિડિયો ઉતારી આસપાસના લોકોને બતાવીને વૉટ્સઍપ ગ્રુપ પર પોસ્ટ કર્યો હતો. એને જોઈને અમે પ્રાણીમિત્રો અને સ્થાનિકમાં રહેતા લોકો ભેગા થયા હતા અને આવું કૃત્ય કરનાર સિનિયર સિટિઝનને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ તેને જુહુ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ માણસ હેવાન કરતાં ઓછો નથી. તે કોઈની પણ સાથે કંઈ પણ કરી શકે છે એવું વિચારી મેં તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
જુહુ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની અમે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તેની માનસિક હાલત યોગ્ય ન હોવાનું અમારી તપાસમાં જાણવા મળ્યું છે. તેણે આ પહેલાં પણ આવું કૃત્ય કર્યું છે કે શું એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’

