સ્થાનિક લોકોની ફરિયાદને પગલે BMCના A વૉર્ડની ટીમે બુધવારે રાહદારીઓ અને વાહનોની અવરજવરમાં નડતાં અતિક્રમણો દૂર કર્યાં હતાં
ગેરકાયદે ફેરિયાઓને હટાવવામાં આવ્યા
સાઉથ મુંબઈના શૉપિંગ હબ ગણાતા કોલાબા કૉઝવે પરથી ૬૭ ગેરકાયદે ફેરિયાઓને હટાવવામાં આવ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રસ્તા પર અતિક્રમણ કરીને સામાન વેચતા ફેરિયાઓને હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. સ્થાનિક લોકોની ફરિયાદને પગલે BMCના A વૉર્ડની ટીમે બુધવારે રાહદારીઓ અને વાહનોની અવરજવરમાં નડતાં અતિક્રમણો દૂર કર્યાં હતાં. BMCએ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ પર વાહનોને પસાર થવાની જગ્યા નથી રહેતી એવા વિસ્તારોમાં ફેરિયાઓને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


