° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


મુંબઈ યુનિવર્સિટીએ ડિગ્રી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે પ્રી-એડમિશન ઓનલાઇન ફોર્મ બહાર પાડ્યું

05 August, 2021 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ કોલેજો અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મુંબઈ યુનિવર્સિટીએ ઓનલાઈન પ્રી-એડમિશન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

 

મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ કોલેજો અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મુંબઈ યુનિવર્સિટીએ ઓનલાઈન પ્રી-એડમિશન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનું સમયપત્રક પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પહેલાં મુંબઈ યુનિવર્સિટીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે.

મુંબઈ યુનિવર્સિટીની વેબસાઇટ mum.digitaluniversity.ac પર 5 ઓગસ્ટ 2021થી ઓનલાઈન પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ વેબસાઈટ પર હેલ્પલાઈન નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરી અને કોલેજનું એડમિશન ફોર્મ ભરી સીટ મેળવવી જરૂરી છે.

ઓનલાઇન પ્રી-એડમિશન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનું સમયપત્રક આ પ્રમાણે છે.

ઓનલાઇન રજીસ્ટેશન ફોર્મનું વેચાણ - 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ, 2021 (બપોરે 1 વાગ્યા સુધી)

પ્રી-એડમિશન ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા - 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ, 2021 (બપોરે 1 વાગ્યા સુધી)

ઓનલાઇન પ્રી-એડમિશન ફોર્મ સહિત એડમિશન ફોર્મ જમા કરવાની તારીખ - 6 ઓગસ્ટથી 14 મી ઓગસ્ટ, 2021 (ઇન-હાઉસ એડમિશન અને માઈનોરીટી ક્વોટામાં પ્રવેશ આ સમયગાળા દરમિયાન કરી શકાય છે.)

પ્રથમ મેરીટ લિસ્ટ - 17 ઓગસ્ટ, 2021 (સવારે 11 વાગ્યે) ઓનલાઇન દસ્તાવેજ ચકાસણી અને ફીની ચુકવણી 18 ઓગસ્ટથી 25 ઓગસ્ટ, 2021 (બપોરે 3 વાગ્યા સુધી)

દ્વિતીય મેરિટ લિસ્ટ - 25 ઓગસ્ટ, 2021 (સાંજે 7 વાગ્યે) ઓનલાઇન દસ્તાવેજ ચકાસણી અને ફીની ચુકવણી 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ, 2021 (બપોરે 3 વાગ્યા સુધી)

તૃતીય મેરીટ લિસ્ટ - 30 ઓગસ્ટ, 2021 (સાંજે 7 વાગ્યે) ઓનલાઇન દસ્તાવેજ ચકાસણી અને ફીની ચુકવણી 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર, 2021

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે મુંબઈ યુનિવર્સિટીએ ભીડ ટાળવા માટે તમામ કોલેજોને પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન કરવા જણાવ્યું છે.

Mumbai University releases pre admission online form for admission in first year of degree college Know the schedule and necessary details

05 August, 2021 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

થાણેમાં રસ્તાઓ ખખડધજ બનતાં ચાર એન્જિનિયર્સને કરાયા સસ્પેન્ડ

મહારાષ્ટ્રમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) ના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

25 September, 2021 06:00 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમા અને થિયેટર્સ ફરી ખુલશે 

રાજ્યમાં સિનેમાઘરો અને થિયેટર્સને આરોગ્યના નિયમોનું પાલન કરીને 22 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

25 September, 2021 05:30 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રેપિસ્ટને પકડવા પોલીસે અજમાવી હનીટ્રૅપની યુક્તિ

યુવતીઓનો શોખીન યુવક મહિલા પોલીસની જાળમાં ફસાઈ જવાથી પકડાઈ ગયો

25 September, 2021 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK