ફાઇનલમાં એણે HS ગેમચેન્જર્સને ૬-૨થી માત આપી હતી
વિજેેતા ટીમ
શ્રી પરજિયા સોની સુવર્ણકાર યુવક મંડળ દ્વારા જ્ઞાતિજનો માટે બોરીવલીમાં યોજાયેલી બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં તુંગનાથ ટાઇટન્સ ટીમ ચૅમ્પિયન બની હતી. ફાઇનલમાં એણે HS ગેમચેન્જર્સને ૬-૨થી માત આપી હતી. ટુર્નામેન્ટમાં પાંચ ટીમ (તુંગનાથ ટાઇટન્સ, HS ગેમચેન્જર, સ્મૅશ નિન્જા, JD સ્ટ્રાઇકર્સ અને દેવાંશ લેજન્ડ્સ)માં મહિલા અને પુરુષો મળીને કુલ ૮૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્મૅશ નિન્જા ટીમ ત્રીજા નંબરે રહી હતી. આયોજનને સફળ બનાવવામાં નિખિલ વાયા, રાહુલ વાયા, મિશા જગડા, દીપક સાગર, પ્રફુલ સતીકુવંર, હિરેન સોની, હિરેન થડેશ્વર, અભિષેક ચોક્સી (બૉસ), દેવાંગ સાગર, ધર્મેશ થડેશ્વર, વનરાજ જગડા અને જયસન થડેશ્વરનું મુખ્ય યોગદાન હતું.


