Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં બુલેટ ટ્રેન માટે સાબરમતી નદી પર બન્યો ૧૨ માળના બિલ્ડિંગ જેટલો ઊંચો બ્રિજ

અમદાવાદમાં બુલેટ ટ્રેન માટે સાબરમતી નદી પર બન્યો ૧૨ માળના બિલ્ડિંગ જેટલો ઊંચો બ્રિજ

Published : 04 October, 2026 10:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુલેટ ટ્રેન માટે બ્રિજનું બાંધકામ થયું પૂરું : ૪૮૦ મીટર લાંબો છે બ્રિજ

મુંબઈ–અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં અમદાવાદમાં સાબરમતી નદી પર ૧૨ માળના બિલ્ડિંગ જેટલો ઊંચો બ્રિજ બન્યો છે

મુંબઈ–અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં અમદાવાદમાં સાબરમતી નદી પર ૧૨ માળના બિલ્ડિંગ જેટલો ઊંચો બ્રિજ બન્યો છે


મુંબઈ–અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં અમદાવાદમાં સાબરમતી નદી પર ૧૨ માળના બિલ્ડિંગ જેટલો ઊંચો બ્રિજ બન્યો છે. સાબરમતી નદી પર ૪૮૦ મીટર લાંબા બ્રિજનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આશરે ૩૬ મીટર ઊંચો આ બ્રિજ ૧૨ માળના બિલ્ડિંગ જેટલો ઊંચો છે. ફુટમાં જોઈએ તો એની ઊંચાઈ ૧૧૮ ફુટ જેટલી છે. હાલની માળખાકીય સુવિધાઓથી જરૂરી વર્ટિકલ ક્લિયરન્સ જાળવવા માટે સાબરમતી નદી પુલના પિયર્સની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે. આ બ્રિજ અમદાવાદમાં બુલેટ ટ્રેન કૉરિડોરનાં મુખ્ય માળખાકીય કાર્યોમાંનો એક છે. આ બ્રિજ સાબરમતી અને અમદાવાદ રેલવે-સ્ટેશનની વચ્ચે અમદાવાદ–દિલ્હી રેલવેલાઇનની પાસે આવેલો છે. આ બ્રિજની નજીક સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. આ બ્રિજમાં ૮ સર્ક્યુલર પિયર્સ છે જેમનો વ્યાસ ૬થી ૬.૫ મીટરની વચ્ચે છે. એમાંથી ૪ પિયર્સ નદીના પટમાં, બે પિયર્સ નદીના બન્ને કિનારા પર અને બે પિયર્સ નદીના કિનારાની બહાર આવેલા છે. આ બ્રિજનું બાંધકામ બૅલૅન્સ્ડ કેન્ટિલીવર મેથડ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક વિશિષ્ટ બાંધકામપદ્ધતિ છે જે નદીઓ અને ઊંડા જળમાર્ગો પર લાંબા સ્પાનવાળા બ્રિજના બાંધકામ માટે યોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોરમાં આવતી નદીઓ પર પચીસ બ્રિજ બનશે. એમાંથી ૨૧ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં બનશે. ગુજરાતમાં ૨૧ બ્રિજમાંથી ૧૮ બ્રિજનું બાંધકામ પૂરું થઈ ગયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK