હાલમાં આ સ્થળે જે વ્યુઇંગ ગૅલરી છે એ ગ્રાઉન્ડ ફ્લોર પર છે, પરંતુ આ ભવ્ય ઇમારતોને ઉપરથી જોવા માટે કોઈ ફૅસિલિટી નહોતી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું હેડક્વૉર્ટર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પોતાના હેડક્વૉર્ટરની સામે નવી વ્યુઇંગ ગૅલરી બનાવવાની જાહેરાત કરી છે. હેડક્વૉર્ટરની સામે ટાઉન હૉલ જિમખાના બનવાનું છે. આ જ બિલ્ડિંગમાં નવી વ્યુઇંગ ગૅલરી બનશે. રૂફટૉપ પર ગ્લાસથી બનેલા ડોમમાંથી લોકો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સહિત આસપાસનાં હેરિટેજ બિલ્ડિંગોનો નઝારો જોઈ શકશે. રૂફટૉપ પર પહોંચવા માટે પણ કૅપ્સ્યુલ ગ્લાસ લિફ્ટ મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર મગાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોવાનું BMCએ જણાવ્યું હતું.
હાલમાં આ સ્થળે જે વ્યુઇંગ ગૅલરી છે એ ગ્રાઉન્ડ ફ્લોર પર છે, પરંતુ આ ભવ્ય ઇમારતોને ઉપરથી જોવા માટે કોઈ ફૅસિલિટી નહોતી. તેથી ઘણા સમયથી બંધ પડેલા BMC જિમખાનાની ઇમારતની કાયાપલટ કરીને નવી વ્યુઇંગ ગૅલરી ઉપરાંત રૂફટૉપ કૅફેટેરિયા, ટૂ-લેવલ પાર્કિંગ અને ઑડિટોરિયમ જેવાં આકર્ષણો ઊભાં કરવામાં આવશે.
ADVERTISEMENT
આ ઉપરાંત તુલસીવાડીમાં આવેલા મહાલક્ષ્મી રેસકોર્સ નજીક મૉડર્ન સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનો પ્રોજેક્ટ પણ BMCએ હાથ ધર્યો છે. એમાં જિમ, સ્વિમિંગ-પૂલ, ઇન્ડોર કોર્ટ જેવી ઍમિનિટીઝ હશે. જોકે એનો લાભ માત્ર BMCનો સ્ટાફ લઈ શકશે.

