Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂમિ પેડણેકરની પૅકેજ્ડ વૉટર બ્રૅન્ડ હવે લૉન્ચ કરશે સોડા

ભૂમિ પેડણેકરની પૅકેજ્ડ વૉટર બ્રૅન્ડ હવે લૉન્ચ કરશે સોડા

Published : 27 March, 2026 09:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન ભૂમિએ જણાવ્યું હતું કે તેની બ્રૅન્ડ હવે માત્ર પાણી સુધી સીમિત નથી રહી, પરંતુ એ એક બેવરેજ બ્રૅન્ડ બની ગઈ છે અને તેઓ જલદી જ સોડા પણ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યાં છે.

ભૂમિ પેડણેકરની પૅકેજ્ડ વૉટર બ્રૅન્ડ હવે લૉન્ચ કરશે સોડા

ભૂમિ પેડણેકરની પૅકેજ્ડ વૉટર બ્રૅન્ડ હવે લૉન્ચ કરશે સોડા

ભૂમિ પેડણેકરે ગયા વર્ષે પાણીના બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની પૅકેજ્ડ વૉટર બ્રૅન્ડ Backbay લૉન્ચ કરી હતી અને એને પ્રીમિયમ વૉટર તરીકે રજૂ કરી હતી. એની બ્રૅન્ડની ૫૦૦ મિલીલીટર બૉટલની કિંમત ૧૫૦ રૂપિયા અને ૭૫૦ મિલીલીટર બૉટલની કિંમત ૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન ભૂમિએ જણાવ્યું હતું કે તેની બ્રૅન્ડ હવે માત્ર પાણી સુધી સીમિત નથી રહી, પરંતુ એ એક બેવરેજ બ્રૅન્ડ બની ગઈ છે અને તેઓ જલદી જ સોડા પણ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યાં છે.

આ ઇન્ટરવ્યુમાં ભૂમિએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે તેની પ્રોડક્ટ મોંઘી છે. તેણે કહ્યું કે ‘હા, મારું પાણી મોંઘું છે એમાં કોઈ શંકા નથી. હું જે કૅટેગરીમાં છું એ પ્રીમિયમ વૉટરની છે. આ કૅટેગરીમાં બીજી મોટી અને જૂની બ્રૅન્ડ્સ તો અમારા કરતાં પણ વધુ કિંમત વસૂલ કરે છે. ભારતમાં ઘણી ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સ છે જેના પાણી માટે લોકો ૪૦૦-૫૦૦ રૂપિયા સુધી ચૂકવે છે.’

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK