Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોરીના ઇરાદે ઘૂસેલા ચોરનું પાઇપ પરથી પડી જવાથી મોત

ચોરીના ઇરાદે ઘૂસેલા ચોરનું પાઇપ પરથી પડી જવાથી મોત

18 May, 2022 08:27 AM IST | Mumbai
Agency

મેટલના પાઇપ દ્વારા નીચે ઊતરતી વખતે બન્ને પડી ગયા હતા. મોહમ્મદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અરફાનને ગંભીર ઈજા થઈ છે. આ મામલે તપાસ ચાલી રહી છે.’ 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડોમ્બિવલી વિસ્તારમાં ચોરીના ઇરાદે એક બિલ્ડિંગ પર ચડવાની કોશિશ કરવા દરમિયાન મેટલની પાઇપ પરથી લપસીને પડી જવાથી એક શખ્સનું મોત નીપજ્યું હતું અને તેના સાથીને ગંભીર ઈજા થઈ હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. ડોમ્બિવલીના ખમ્બાલપાડા વિસ્તારમાં સોમવારે રાતે આ ઘટના બની હતી એમ તિલકનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘મોહમ્મદ ભાટકર અને અરફાન પીંજારીને એક ખાલી ઇમારતના વૉચમૅને જોયા હતા, જ્યાં તેઓ ચોરીના ઇરાદે ગયા હતા. મેટલના પાઇપ દ્વારા નીચે ઊતરતી વખતે બન્ને પડી ગયા હતા. મોહમ્મદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અરફાનને ગંભીર ઈજા થઈ છે. આ મામલે તપાસ ચાલી રહી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2022 08:27 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK