Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખારમાં રિક્ષા પર પડેલા વૃક્ષે ટીનેજરનો જીવ લીધો

ખારમાં રિક્ષા પર પડેલા વૃક્ષે ટીનેજરનો જીવ લીધો

Published : 18 May, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અકસ્માત પછી ટીનેજર ભાનમાં જ ન આવી, અન્ય યુવતી હજી ગંભીર

ખારની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી વૃક્ષ તૂટીને રિક્ષા પર પડતાં એમાં પ્રવાસ કરી રહેલી છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

ખારની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી વૃક્ષ તૂટીને રિક્ષા પર પડતાં એમાં પ્રવાસ કરી રહેલી છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.


ખારમાં ગયા રવિવારે એક કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી એક વૃક્ષ રસ્તા પરથી પસાર થતી રિક્ષા પર પડતાં એમાં પ્રવાસ કરી રહેલી બે યુવતીઓને ગંભીર ઈજા થઈ હતી. એમાંની એક ટીનેજર બ્રેઇન-ડેડ થઈ હતી જેને શનિવારે મૃત જાહેર કરવામાં આવી હતી. અકસ્માત ગયા રવિવારે થયો ત્યારથી આ યુવતી ભાનમાં આવી જ નહોતી. બુધવારે તેનો પંદરમો જન્મદિવસ હતો અને ગુરુવારે તે બ્રેઇન-ડેડ છે કે નહીં એ જાણવા માટે ટેસ્ટ કરવામાં આવી હતી. બ્રેઇન-ડેડ છે કે નહીં એ નક્કી કરવા માટે પહેલી ઍપ્નિયા ટેસ્ટ ગુરુવારે સવારે કરવામાં આવી હતી. જોકે  એ પછી શનિવારે તેને આખરે ડૉક્ટરે મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં ઘાયલ બીજી ૨૧ વર્ષની યુવતી હજી પણ ગંભીર છે અને હૉસ્પિટલમાં છે. તે પણ અકસ્માત પછી ભાનમાં આવી નથી એટલે તેનો પરિવાર પણ ભારે ચિંતામાં છે. ખાર પોલીસે ગયા સોમવારે કન્સ્ટ્રક્શન કંપની સામે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK