Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર બોરીવલી આવી રહેલી પ્રાઇવેટ બસનો અકસ્માત : ૨૩ ઘાયલ, ૧૧ ગંભીર

મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર બોરીવલી આવી રહેલી પ્રાઇવેટ બસનો અકસ્માત : ૨૩ ઘાયલ, ૧૧ ગંભીર

Published : 18 October, 2024 10:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બસના ડ્રાઇવરે આગળ જઈ રહેલા હેવી કન્ટેનરને પાછળથી ઠોકી દીધી હતી

બસના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા

બસના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા


મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર લોનાવલા નજીક મ‍ળવલી ગામ પાસે ગઈ કાલે પરોઢિયે એક પ્રાઇવેટ બસનો ​ઍક્સિડન્ટ થયો હતો જેમાં ૨૩ પ્રવાસીઓ ઘાયલ થયા હતા અને એમાંના ૧૧ની ઈજા ગંભીર હતી. કોલ્હાપુરથી એ બસ બોરીવલી આવી રહી હતી. પુણે ગ્રામીણ પોલીસે કહ્યું હતું કે પરોઢિયે ડ્રાઇવરને ઝોકું આવ્યું હોવાની શક્યતા છે. બસના ડ્રાઇવરે આગળ જઈ રહેલા હેવી કન્ટેનરને પાછળથી ઠોકી દીધી હતી જેને કારણે બસના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. ઘાયલોને પાવના હૉસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ૧૧ પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK