મહારાષ્ટ્રમાં તેના પ્રથમ આઉટલેટના લોન્ચીંગ સાથે ગુજરાતની જાણીતી QSR બ્રાન્ડના કુલ સ્ટોર્સની સંખ્યા 282 પર પહોંચી, નાલાસોપારામાં પ્રથમ જ દિવસે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી
Ajay’s Caféનું મુંબઈમાં ભવ્ય લોન્ચીંગ; પ્રથમ જ દિવસે 2,500 ગ્રાહકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ
મહારાષ્ટ્રમાં તેના પ્રથમ આઉટલેટના લોન્ચીંગ સાથે ગુજરાતની જાણીતી QSR બ્રાન્ડના કુલ સ્ટોર્સની સંખ્યા 282 પર પહોંચી, નાલાસોપારામાં પ્રથમ જ દિવસે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી
ગુજરાતનું અગ્રણી હોમગ્રોન કેફે અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતું Ajay’s Café એ મહારાષ્ટ્રના નાલાસોપારામાં પોતાનું પ્રથમ આઉટલેટ શરૂ કરીને મુંબઈ બજારમાં પ્રવેશ કર્યો છે. શરૂઆતના પ્રથમ જ દિવસથી બ્રાન્ડને ગ્રાહકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. પ્રથમ દિવસે જ અંદાજે 2,500 ગ્રાહકોએ આઉટલેટની મુલાકાત લીધી, જ્યારે ઓર્ડર આપવા માટે ગ્રાહકોની કતારો પણ જોવા મળી હતી.
ADVERTISEMENT
મુંબઈમાં મળેલો આ વિશેષ પ્રારંભિક પ્રતિસાદ Ajay’s Caféની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન બની રહેશે. ગુજરાતમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ સ્થાપિત કર્યા બાદ બ્રાન્ડ હવે દેશના સૌથી સ્પર્ધાત્મક અને ગતિશીલ QSR બજારોમાંના એક એવા મુંબઈમાં પ્રવેશી છે. મુંબઈ લોન્ચ સાથે Ajay’s Caféના કુલ આઉટલેટ્સની સંખ્યા હવે 282 થઈ છે. લોન્ચ દરમિયાન આઉટલેટમાં જોવા મળેલી ભારે ભીડ અને સતત ગ્રાહકોનો પ્રતિસાદ એ Ajay’s Caféના સ્વાદ, કેફેનો જીવંત અનુભવ અને પોકેટ-ફ્રેન્ડલી કિંમતોના સંયોજનને ગ્રાહકો તરફથી મળી રહેલી સ્વીકૃતિને દર્શાવે છે. મુંબઈમાં મળેલો આ પ્રતિસાદ એ પણ સૂચવે છે કે ગુજરાતમાં લોકપ્રિય બનેલ સરળ, સગવડભર્યો અને સૌને પરવડે એવો કેફે અનુભવ હવે નવા બજારોમાં પણ ગ્રાહકોને આકર્ષી રહ્યો છે.
આ પ્રસંગે Ajay’s Caféના સ્થાપક શ્રી અજય સોલંકીએ જણાવ્યું હતું કે, “મુંબઈ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બજાર છે અને અહીં પ્રવેશ કરવો Ajay’s Caféની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. પ્રથમ દિવસે ગ્રાહકો તરફથી મળેલો પ્રતિસાદ ખાસ ઉત્સાહજનક રહ્યો. અમારા પ્રથમ આઉટલેટમાં અંદાજે 2,500 લોકોએ મુલાકાત લીધી અને અમારા ઉત્પાદનો માટે ગ્રાહકોને કતારમાં ઊભા રહેતા જોવું, છેલ્લા ઘણા વર્ષોમાં અમે વિકસાવેલી બ્રાન્ડ પ્રસ્તાવનાને મળેલી મજબૂત સ્વીકૃતિ છે. અમારું હંમેશાથી માનવું રહ્યું છે કે ઉત્તમ સ્વાદ, સારો કેફે અનુભવ અને પરવડે તેવી કિંમત" આ ત્રણેય બાબતો સાથે મળીને ગ્રાહક અનુભવને વધુ સારું બનાવે છે. આ વિચારધારાને મુંબઈના ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અમે ખૂબ ઉત્સાહિત છીએ. ગુજરાત હંમેશા અમારી ઓળખ અને અમારી સફરનો મહત્વપૂર્ણ હિસ્સો રહેશે, પરંતુ Ajay’s Caféનો અનુભવ દેશના વિવિધ બજારો સુધી પહોંચાડવાની અમારી મહત્વાકાંક્ષા છે અને મુંબઈ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.”
Ajay’s Café નો મુંબઈમાં પ્રવેશ એવા સમયે થયો છે જ્યારે બ્રાન્ડ પોતાની વિસ્તરણ યોજનાને વધુ ગતિ આપી રહી છે અને ગુજરાતમાં જન્મેલી પોતાની ઓળખને નવી ભૌગોલિક બજારો સુધી લઈ જઈ રહી છે. બ્રાન્ડે પોતાના કેફે આધારિત QSR મોડલ દ્વારા ગુજરાતમાં મજબૂત ઉપસ્થિતિ ઊભી કરી છે. બર્ગર અને કોલ્ડ કોફી જેવા લોકપ્રિય ઉત્પાદનો તેની ઓફરિંગના કેન્દ્રમાં રહ્યા છે.
નાલાસોપારામાં ઉદ્ઘાટનના દિવસે મળેલો પ્રતિસાદ મહારાષ્ટ્રના બજારમાં Ajay’s Café માટે રહેલી સંભાવનાઓનો પ્રારંભિક સંકેત આપે છે. વિવિધ ગ્રાહક પસંદગીઓ અને પહેલેથી જ સ્થાપિત QSR બ્રાન્ડ્સની હાજરીને કારણે મુંબઈનું સ્થાન એક અત્યંત સ્પર્ધાત્મક બજાર તરીકે છે માનવામાં આવે છે. આવા બજારમાં શરૂઆતથી જ ગ્રાહકોનો મળેલો સકારાત્મક પ્રતિસાદ રાજ્યમાં બ્રાન્ડની વિસ્તરણયાત્રા માટે ઉત્સાહજનક શરૂઆત દર્શાવે છે.
Ajay’s Café માટે મુંબઈ લોન્ચ માત્ર એક વધુ આઉટલેટ ઉમેરવાનો પ્રસંગ નથી, પરંતુ દેશવ્યાપી ઉપસ્થિતિ ઊભી કરવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. નવા બજારોમાં તકો શોધતી વખતે બ્રાન્ડ પોતાના સ્થાપિત ઓપરેશનલ અનુભવ, મજબૂત ગ્રાહક પ્રસ્તાવના અને ફ્રેન્ચાઇઝી આધારિત વિકાસ મોડલનો લાભ લેવાની યોજના ધરાવે છે.
For more information, visit https://ajays.co.in/
