પ્રશાંત કિણીએ તેમના સોશ્યલ મીડિયામાં આવી ઘણી બધી અશુભ આગાહીઓ કરી છે
જ્યોતિષી પ્રશાંત કિણી
પ્રખ્યાત જ્યોતિષી પ્રશાંત કિણીએ દાવો કર્યો છે કે તેમણે બારામતી ખાતે વિમાન-દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના મૃત્યુની આગાહી કરી હતી.
૨૦૨૫ની ૮ નવેમ્બરે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેમણે આગાહી કરી હતી કે ડિસેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ની વચ્ચે મુખ્ય પ્રધાન અથવા કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપનારી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. અજિત પવારના મૃત્યુના સમાચાર આવ્યા પછી તરત જ જ્યોતિષીએ એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે તેમની આગાહી સાચી પડી છે.
ADVERTISEMENT
જોકે ઘણા યુઝર્સે ધ્યાન દોર્યું કે પ્રશાંત કિણીનો દાવો સંપૂર્ણપણે સાચો નથી. એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે અજિત પવાર ક્યારેય મુખ્ય પ્રધાન કે કેન્દ્રીય પ્રધાન રહ્યા નથી અને એટલે તેમની આગાહી સાચી નથી.
પ્રશાંત કિણીએ તેમના સોશ્યલ મીડિયામાં આવી ઘણી બધી અશુભ આગાહીઓ કરી છે. આમાંની કેટલીક આગાહીઓમાં એપ્રિલમાં બંગાળ અથવા બંગલાદેશમાં મુસાફરોને લઈ જતી ફેરી ડૂબી જશે, આગામી બે મહિનામાં વિમાન-દુર્ઘટના થશે અને માર્ચ, ઑગસ્ટ અથવા નવેમ્બર મહિનામાં એક મોટી ટ્રેનનો અકસ્માત થશે વગેરેનો સમાવેશ હતો.
અંકિત ત્યાગીએ બીજી જાન્યુઆરીએ આવી જ આગાહી કરી હતી

અન્ય એક જ્યોતિષી અંકિત ત્યાગીએ પચીસ દિવસ પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી કે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં દેશના મોટા નેતાનું વિમાન-દુર્ઘટનામાં અવસાન થશે. તેમણે પણ પોતાની આગાહીને ભવિષ્યવાણી નહીં પણ ખગોળીય ગણતરી તરીકે રજૂ કરી હતી.


