મુંબઈના પાર્ટી-પ્રેસિડન્ટ નવાબ મલિકે પોતાના પરિવારના ત્રણ સભ્યોને મેદાનમાં ઉતાર્યા
અજીત પવાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે અજિત પવારની NCPએ ગઈ કાલે ૩૭ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. NCPએ BMCની ચૂંટણીની જવાબદારી ભૂતપૂર્વ પ્રધાન અને પાર્ટીના સિનિયર લીડર નવાબ મલિક તથા તેમની દીકરી અને વિધાનસભ્ય સના મલિકને સોંપી છે.
પાર્ટીના આ પહેલા લિસ્ટમાં નવાબ મલિકના પરિવારના ત્રણ સભ્યોને નૉમિનેશન આપવામાં આવ્યું છે. નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિક, તેમનાં પુત્રવધૂ બુશરા મલિક અને બહેન સઈદા ખાનને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
અજિત પવારની જાહેરાત : પિંપરી-ચિંચવડમાં બન્ને NCP સાથે લડશે
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે ગઈ કાલે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે તેમની પાર્ટી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને તેમના કાકા શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) વચ્ચે યુતિની જાહેરાત કરી હતી. અજિત પવાર પિંપરી-ચિંચવડમાં પ્રચાર માટે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ યુતિથી પરિવાર એક થઈ ગયો છે.’ તેમણે પાર્ટીના કાર્યકરોને મહેનત કરવા માટે વિનંતી કરી હતી અને રૅલીઓમાં વિવાદાસ્પદ કમેન્ટ્સ ન કરવા સૂચન કર્યું હતું.


