MNSના નેતાએ દાવો કર્યો કે આ ગઠબંધનથી ઘણા લોકો નારાજ છે
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના વચ્ચેનું ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે છે એવો દાવો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના એક નેતાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘૩૦ ડિસેમ્બર સુધીમાં આ ગઠબંધન તૂટી જશે. ઘણા લોકો આ ગઠબંધનથી નારાજ છે. BJP અને શિંદેસેના કેટલાક ભૂતપૂર્વ કૉર્પોરેટરોને પૈસા આપીને પાર્ટીમાં લાવ્યા હતા તો કેટલાક લોકોને ડરાવીને પાર્ટીમાં લઈ આવ્યા હતા. જો આ લોકોને નૉમિનેશન નહીં મળે તો તેમનો રોષ ફાટી નીકળશે. BJP અને શિંદેસેના વચ્ચેની યુતિ ઉપરછલ્લી છે, એ ગમેત્યારે તૂટી જશે.’


