° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


જુનિયર અંબાણીનું થયું નામકરણ, જાણો આકાશ શ્લોકાના દીકરાનું નામ

22 December, 2020 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જુનિયર અંબાણીનું થયું નામકરણ, જાણો આકાશ શ્લોકાના દીકરાનું નામ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

2020ના વર્ષમાં ઘણાં બધા કપલ્સે પોતાના જીવનમાં નાનકડા મહેમાનને આવકાર્યા છે અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિનો પરિવાર પણ આ 'ગુડ ન્યૂઝ'માંથી બાકાત નથી. નીતા અને મુકેશ અંબાણીના દીકરા-વહુ આકાશ અને શ્લોકા અંબાણીએ પણ 10 ડિસેમ્બર 2020ના રોજ દીકરાને આવકાર્યો હતો.  આકાશ અંબાણીના લગ્ન રસેલ અને મોના મહેતાની દીકરી શ્લોકા સાતે 2019ની 9મી માર્ચે થયા હતા. આકાશ અને શ્લોકાને ઘરે દીકરો અવતર્યો તેના થોડા દિવસ પહેલાં જ તો રાધિકા મર્ચન્ટ જેનાં લગ્ન અનંત અંબાણી સાથે થવાના છે, તેના બર્થ ડે બૅશમાં શ્લોકા જોવા મળી હતી.  જ્યારે દીકરાનો જન્મ થયો ત્યાર પછી પૌત્ર સાથે મુકેશ અંબાણીની આ તસવીર ભારે વાઇરલ થઇ હતી.

 અંબાણી પરિવાર તરફથી નાનકડા મહેમાનની પધરામણી અંગે ઑફિશ્યલ સ્ટેટમેન્ટ પણ જાહેર કરાયું હતું. હવે આજે અંબાણી અને મહેતા પરિવારે બીજું ઑફિશ્યલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નાનકડા દીકરાનું નામ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ Ambani Women: અંબાણી કુટુંબની સ્ત્રીઓ, સફળતા અને ગરિમાનો પર્યાય

આકાશ અને શ્લોકાના દીકરાનું નામ પૃથ્વી પાડવામાં આવ્યું છે. પૃથ્વી આકાશ અંબાણી, આ નામની જાહેરાત કરતા સ્ટેટમેન્ટમાં લખાયું છે કે ભગવાન શ્રી કૃષ્ણની દયાથી અને ધીરુભાઇ અંબાણી અને કોકિલાબહેન અંબાણીના આશિર્વાદથી અમે આ અમુલા દીકરાના જન્મની જાહેરાત કરીએ છીએ, પૃથ્વી આકાશ અંબાણી. જુઓ એ જાહેરાત આ રીતે કરવામાં આવી છે.

ambani

આ જાહેરાતમાં ઘરનાં તમામ વડીલોના નામ પણ લખાયેલા છે. શ્લોકા પરણની આવી ત્યાર બાદ લગ્ન પછીના તેના પહેલા જન્મદિવસે ભારે ધામધુમથી અંબાણી પરિવારે તેને માટે ખાસ બર્થ ડે વીડિયો બનાવ્યો હતો. તેમાં પણ શ્લોકાને આકાશે એક હળવી હિંટ આપી પરિવારમાં નવું સભ્ય આવકારવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ જો તમને મુકેશ અંબાણી કોઇ કાફેમાં મળી જાય તો તમે શું કરો

અંબાણી પરિવારમાં પહેલાં ઇશા અંબાણીના લગ્ન થયાં. ઇશાએ પિરામલ પરિવારના આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા અને તેના લગ્નના ત્રણ મહિના બાદ આકાશ-શ્લોકાના લગ્ન થયા હતા.

પૃથ્વી આકાશ અંબાણી હવે અંબાણી પરિવારનો સૌથી નાનકડો સભ્ય છે.

22 December, 2020 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

 અભિનેત્રી કામ્યા પંજાબીએ મુંબઈ કોંગ્રેસનો હાથ થામ્યો 

કામ્યા પંજાબી મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી

27 October, 2021 08:22 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

સમીર વાનખેડેની પત્નીએ કહ્યું નિકાહ થયા છે, પરંતુ જાતિ-ધર્મમાં કોઈ ફેરફાર થયો નથી

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીના આરોપોનો જવાબ આપતા, NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું કે તેમના ‘નિકાહ’ થયા હતા અને લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા હતા.

27 October, 2021 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

કાંદિવાલીની મહિલાને ફોન પર વાઇનની બોટલ મગાવવી ભારે પડી, થઈ 69,700ની છેતરપિંડી

વાઈન શોપના કર્મચારીનો ઢોંગ કરી એક છેતરપિંડી કરનારે તેણીને તેના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા.

27 October, 2021 06:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK