Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગમે એટલી બુલેટપ્રૂફ કૅ‌બિન બનાવી લો, કંઈ પણ કરી લો... બાપ-દીકરાને મારીશું... બુલેટપ્રૂફ કૅ‌બિનમાં જ મારીશું

ગમે એટલી બુલેટપ્રૂફ કૅ‌બિન બનાવી લો, કંઈ પણ કરી લો... બાપ-દીકરાને મારીશું... બુલેટપ્રૂફ કૅ‌બિનમાં જ મારીશું

Published : 17 November, 2026 07:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાના ઘરની બહાર ફાય‌રિંગનું કાવતરું પકડાયું એ પછી ‌‌અ‌મિતાભ બચ્ચને સોશ્યલ મી‌ડિયા પર લખ્યું બચ ગએ, પણ એ પછી ગૅન્ગસ્ટર ગોલ્ડી ‌ઢિલ્લોંએ ‌બિગ બી અને અ‌ભિષેક બચ્ચનને આપી ચોંકાવનારી ધમકી

ગોલ્ડી ‌ઢિલ્લોં અને ધમકીથી ફરક ન પડ્યો હોય એવો સંદેશ આપતી હોવાનું મનાતી અમિતાભ બચ્ચનની કૂલ અંદાજમાં રૅમ્પવૉક કરતી પોસ્ટ કરેલી તસવીર.

ગોલ્ડી ‌ઢિલ્લોં અને ધમકીથી ફરક ન પડ્યો હોય એવો સંદેશ આપતી હોવાનું મનાતી અમિતાભ બચ્ચનની કૂલ અંદાજમાં રૅમ્પવૉક કરતી પોસ્ટ કરેલી તસવીર.


દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે મુંબઈથી લૉરેન્સ બિશ્નોઈના નજીકના મનાતા ગૅન્ગસ્ટર ગોલ્ડી ઢિલ્લોંની ગૅન્ગના બે જણની ધરપકડ કરી એના બીજા જ દિવસે સોમવારે ગોલ્ડી ઢિલ્લોંએ ફેસબુક પર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને મારવાનું કામ થોભશે નહીં એવી ધમકી આપતી પોસ્ટ મૂકી હતી. બે જણની ધરપકડ થયા બાદ પણ બુલેટપ્રૂફ કૅબિનમાં પણ બચ્ચન પિતા-પુત્રને બચાવી નહીં શકાય એમ ગોલ્ડી ઢિલ્લોંએ પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું. આ ઉપરાંત દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે પકડેલા બે જણનું નામ વિકાસ ઠાકુર અને દીપક સિંહ હોવાનું તથા બન્ને ફક્ત અને ફક્ત પોતાની જ ગૅન્ગના સભ્યો હોવાનું સ્વીકાર્યું હતું. તેઓ બીજી કોઈ ગૅન્ગના સભ્યો ન હોવાની સ્પષ્ટતા ગોલ્ડીએ પોસ્ટમાં કરી હતી. ગોલ્ડીએ વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ લખી પોતાની પોસ્ટ શરૂ કરતાં કહ્યું હતું કે ‘હું ગોલ્ડી ઢિલ્લોં છું. બૉમ્બેમાં દિલ્હી સ્પેશ્યલ સેલે અમારા જે બે ભાઈઓને અરેસ્ટ કર્યા છે તેમનું નામ બીજી કોઈ ગૅન્ગ સાથે જોડવામાં ન આવે. બે જણને પકડવાથી દુર્ઘટના ટળી નથી જવાની, કારણ કે અમારા ૨૦૦ લોકો બૉમ્બેમાં તૈયાર બેઠા છે. જે પણ ૧૯૮૪ના નરસંહારના દોષી છે તેમને માફ નહીં કરવાhમાં આવે. ભલે તે કોઈ પણ હોય અને કોઈ પણ દેશમાં હોય. તેમની ભાળ જરૂર લાગશે. તેમને ઠેકાણે પાડી દેવામાં આવશે જેમણે સિખ કોમ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હોય. સિખ વિરુદ્ધ બોલનારા અમારા દુશ્મન રહેશે અને ભલે તે કોઈ પણ હોય અમને ફરક નથી પડતો. વાહે ગુરુજી કા ખાલસા વાહે ગુરુજી કી ફતેહ.’



ગોલ્ડી ઢિલ્લોંએ ફેસબુક પર મૂકેલી ધમકીભરી પોસ્ટ.


પોસ્ટમાં સ્પેશ્યલ નોટ મૂકીને લખવામાં આવ્યું છે કે ગમે એટલી બુલેટપ્રૂફ કૅબિન બનાવી લો, કંઈ પણ કરી લો, બન્ને બાપ-દીકરાને (અમિતાભ અને અભિષેક બચ્ચનને) મારીશું, બુલેટપ્રૂફ કૅબિનમાં જ મારીશું.


ધમકીથી ફરક ન પડ્યો હોય એવો સંદેશ આપતી હોવાનું મનાતી અમિતાભ બચ્ચનની કૂલ અંદાજમાં રૅમ્પવૉક કરતી પોસ્ટ કરેલી તસવીર

અમિતાભ બચ્ચનનો કૂલ રિસ્પૉન્સ પોતાને મારવાનું કાવતરું રચી રહેલા બે જણની દિલ્હી સ્પેશ્યલ સેલે ધરપકડ કરી ત્યાર પછી ર‌વિવારે ‘બચ ગએ’ એવી પોસ્ટ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર કરનારા અમિતાભ બચ્ચને ગઈ કાલે ફરી એક પોસ્ટ કરી હતી. ગોલ્ડી દ્વારા મળેલી ધમકીની સામે આ પોસ્ટ મુકાઈ હોવાનું કહેવાય છે. આ પોસ્ટમાં તેમણે કંઈ પણ લખ્યું તો નહોતું, પરંતુ ધમકીઓથી પોતાને કંઈ ફરક ન પડતો હોય એવા અંદાજમાં પોતાની એક એડિટેડ તસવીર મૂકી હતી જેમાં તેઓ કૂલ અંદાજમાં રૅમ્પ પર વૉક કરતા દેખાય છે. આ રીતે અમિતાભે ગોલ્ડીને જવાબ આપ્યો છે એવું લોકો માની રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK