Baba Siddique Murder Case: NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા અનમોલ બિશ્નોઈના નેતૃત્વમાં એક ક્રાઈમ સિન્ડિકેટ દ્વારા કરવામાં આવી હતી હોવાનો ખુલાસો
બાબા સિદ્દીકીની ફાઇલ તસવીર
થોડાક સમય પહેલાં જ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષના નેતા બાબા સિદ્દિકીની હત્યા (Baba Siddique Murder Case) કરવામાં આવી હતી. આ મામલે હવે મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. સિદ્દિકીની હત્યા કરવાનું કાવતરું ઘડવા પાછળ કોનો હાથ હતો તે મામલે શૂટરે પોતે મૌન તોડ્યું છે. તમને જણાવી દઈએ કે આ મામલે તો પોલીસ દ્વારા કુલ ૨૫થી પણ વધારે લોકોની અટકાયત કરવામાં આવી હતી.
ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈએ હત્યા કરવાનો આદેશ આપ્યો હતો
ADVERTISEMENT
હવે આ આખી ઘટના (Baba Siddique Murder Case) પાછળ કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. તેણે જ NCP નેતા બાબા સિદ્દીકી પર `દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધો અને 1993ના મુંબઈ વિસ્ફોટોમાં સંડોવણી`ને લઈ હુમલો કરવાનું કહ્યું હતું. એવી માહિતી સિદ્દીકી પર હુમલાના મુખ્ય શૂટર આરોપી શિવકુમાર ગૌતમે પોલીસ આગળ કબૂલાતમાં કહ્યું છે.
ફ્લેટ આપવાનું વચન- વાતચીતનો અંશ વાંચો અહીં
તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસ દ્વારા બાબા સિદ્દીકીની હત્યા કેસ (Baba Siddique Murder Case)માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ ચાર્જશીટમાં બાબા સિદ્દીકીની હત્યા અનમોલના નેતૃત્વમાં એક ક્રાઈમ સિન્ડિકેટ દ્વારા કરવામાં આવી હતી.
હવે શુભમ લોણકર અને અનમોલ વચ્ચે સ્પીકર પર વાતચીત થઈ હતો તેનો અંશ સામે આવ્યો છે, કહેવાય છે કે આ વાતચીત થઈ ત્યારે ત્રણ વધુ આરોપીઓ પણ હાજર હતા.
ઇંડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર વાતચીતનો એક અંશ જે આ પ્રમાણે છે- `રામ રામ ભાઈ લોગ. લોરેન્સ ભાઈએ પણ રામ રામ બોલવા માટે કહ્યું છે. આપણે એક કામ કરવાનું છે, હિંમત રાખો. બાંદ્રામાં ઘરની નજીક રેકી કરવાની છે, એ જ વિસ્તારમાં એક ઘર ભાડે લઈ લો. આપણું કામ પૂર્ણ થઈ ગયા બાદ દરેકને ફોર વ્હીલર કાર અને ફ્લેટ મળશે. તે પહેલા 5 લાખ રૂપિયા એડવાન્સ આપીશ. આપણા ભાઈનો બદલો લેવાનો છે. આપણે ધર્મ માટે જીવવાનું છે.`
તો, આ પ્રમાણે અનમોલે પોતાના જ સહયોગી અનુજ થાપનના મોતનો બદલો લેવા માટે આ હત્યાનું કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું છે.
Baba Siddique Murder Case: પકડાયેલા આરોપી ગૌતમે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તેણે આ પ્લાન વિષે પૂછ્યું હતું ત્યારે શુભમ લોણકરે તેને કહ્યું હતું કે બાબા સિદ્દીકી અથવા તેના પુત્ર જીશાન સિદ્દીકીની હત્યા કરવાની છે. થોડા દિવસો વિત્યા બાદ શુભમે ફરી આ કામ વિશે યાદ કરાવ્યું હતું અને પૂછ્યું હતું કે અમે ડરી ગયા છીએ કે કેમ. ત્યારે ગૌતમે અને ધરમરાજ કશ્યપે જવાબ આપ્યો હતો કે અમે આ કામ કરીશું.