Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહાકુંભમાં નાસભાગની ઘટના અંગે મમતા બેનર્જીએ પણ દુઃખ વ્યક્ત કરી સાધ્યું નિશાન

મહાકુંભમાં નાસભાગની ઘટના અંગે મમતા બેનર્જીએ પણ દુઃખ વ્યક્ત કરી સાધ્યું નિશાન

Published : 29 January, 2025 06:35 PM | Modified : 29 January, 2025 06:35 PM | IST | Kolkata
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mamata Banerjee shows grief over Maha Kumbh Stampede: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પોસ્ટમાં આ લખ્યું હતું કે, `મહાકુંભમાં નાસભાગની ઘટનામાં મૃત્યુના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. 15 નિર્દોષ લોકો માર્યા ગયા.

મમતા બેનર્જી (ફાઇલ તસવીર)

મમતા બેનર્જી (ફાઇલ તસવીર)


મૌની અમાવસ્યાના દિવસે વહેલી સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટના બાદ દેશના નેતાઓએ એકબીજા સામે આરોપો કરીને બ્લેમ ગેમ શરૂ કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાસભાગ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તે બુધવારે લોકોને યાદ અપાવવાનું પણ ભૂલી ન હતી કે ગંગાસાગરમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી તરફ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સૌગતા રૉયે મહા કુંભ મેળાની વ્યવસ્થામાં ખામીઓનો આરોપ લગાવતા આ ઘટનાની નિંદા કરી છે.


મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પોસ્ટમાં આ લખ્યું હતું કે, `મહાકુંભમાં નાસભાગની ઘટનામાં મૃત્યુના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. 15 નિર્દોષ લોકો માર્યા ગયા. હું તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. અમે ગંગાસાગર મેળામાંથી શીખ્યા છીએ કે આટલી મોટી ભીડ માટે ઉચ્ચ સ્તરના આયોજન અને વ્યવસ્થાપનની જરૂર છે. ખાસ કરીને જ્યારે યાત્રાળુઓના જીવ જોખમમાં હોય.



સીએમએ કહ્યું કે બંગાળમાં ગંગાસાગર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં બધું યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર ગંગાસાગરને રાષ્ટ્રીય મેળા તરીકે જાહેર કરવાની માગ ઘણા સમયથી કરી રહી છે. જોકે કેન્દ્રએ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. આ અંગે પણ મમતા એવી ફરિયાદ કરી કે કેન્દ્ર સરકાર કુંભ મેળામાં કરોડો રૂપિયા ખર્ચે છે. અમે કુંભ મેળાને માન આપીએ છીએ, પરંતુ ગંગાસાગરનો મેળો પણ તેનાથી ઓછો નથી. તેમણે ગંગાસાગર મેળામાં રાજ્યના કાર્યની ખૂબ પ્રશંસા કરી છે.



મહાકુંભમાં નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કરતાં તૃણમૂલ સાંસદ સૌગત રૉયે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર પહેલા કહેતી હતી કે તેમણે તમામ વ્યવસ્થા કરી લીધી છે. આજે મૌની અમાવસ્યા છે, સામાન્ય રીતે આ દિવસે વધુ ભીડ હોય છે. ઉત્તર પ્રદેશ સરકારે આ કાર્યક્રમ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરવી જોઈતી હતી, પરંતુ તેઓએ તેમ કર્યું નથી. હું તેની નિંદા કરું છું. તૃણમૂલ નેતા કુણાલ ઘોષે મહાકુંભની ઘટના પર ઉત્તર પ્રદેશ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે મહાકુંભમાં શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.

પશ્ચિમ બંગાળના ગંગા સાગરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેવું કંઈ પ્રયાગરાજમાં કરવામાં આવ્યું ન હતું. તેઓએ વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું ન હતું. કુણાલ ઘોષે કહ્યું કે ગંગાસાગર સાથે તેની સરખામણી કરીએ તો આપણા મુખ્યમંત્રી મમતા બેનર્જી પહેલા ત્યાં જાય છે અને સમગ્ર આયોજન પર નજર રાખે છે. જે રીતે તેણે કોલકાતાના અમારા ઘણા મંત્રીઓને તહેનાત કર્યા છે, જેઓ ત્યાં બેસીને મોનિટરિંગ કરે છે. વરિષ્ઠ વહીવટકર્તાઓ, પોલીસ અધિકારીઓ બધું જુએ છે, તે સંપૂર્ણ આયોજન સાથે થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2025 06:35 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK