કલ્પલબ્ધિ બુલ્સે વિજયનો લય જાળવી રાખતાં સતત બીજી જીત મેળવી હતી, જ્યારે ટૉપ ટેન્સ લાયન્સે પ્રથમ મૅચમાં મળેલી હાર બાદ કમબૅક કરતાં રોમાંચક જીત મેળવી હતી
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત T. K. RUBY VPL T20 2025 (Season-3)ના લીગ રાઉન્ડના ત્રીજા દિવસ
સાંતાક્રુઝ-ઈસ્ટમાં કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત T. K. RUBY VPL T20 2025 (Season-3)ના લીગ રાઉન્ડના ત્રીજા દિવસે બન્ને મુકાબલા ખૂબ જ રોમાંચક રહ્યા હતા અને છેલ્લી ઓવર સુધી સંઘર્ષ જોવા મળ્યો હતો. કલ્પલબ્ધિ બુલ્સે વિજયનો લય જાળવી રાખતાં સતત બીજી જીત મેળવી હતી, જ્યારે ટૉપ ટેન્સ લાયન્સે પ્રથમ મૅચમાં મળેલી હાર બાદ કમબૅક કરતાં રોમાંચક જીત મેળવી હતી. સ્કોચર્સને સતત બીજી મૅચમાં અને ગઈ સીઝનની ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સે હારનો સામનો કરવો પડ્યો હતો.
મૅચ – ૫ઃ રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૯ રન – રજત સત્રા ૪૫ બૉલમાં ૪૯, સતીશ ગાલા ૨૩ બૉલમાં ૧૩ અને શ્રેયસ નિશર ૧૪ બૉલમાં ૧૨ રન. નવીન નિશર ૧૫ રનમાં અને ભાવેશ ગાલા ૧૯ રનમાં ૩-૩ તથા રુષભ કારિયા ૨૪ રનમાં એક વિકેટ) સામે કલ્પલબ્ધિ બુલ્સ (૧૯.૪ ઓવરમાં ૭ વિકેટે ૧૧૨ રન – કમલેશ છાડવા ૩૬ બૉલમાં ૩૯, રુષભ કારિયા ૨૬ બૉલમાં ૩૦ અને વિજય નિશર ૧૪ બૉલમાં ૧૬ રન. અમલ ગડા ૨૪ રનમાં બે તેમ જ યશ મોતા ૧૬ રનમાં અને પ્રથમ ગાલા ૧૯ રનમાં એક-એક વિકેટ)નો ૩ વિકેટે વિજય.
ADVERTISEMENT
મૅન ઑફ ધ મૅચઃ કલ્પલબ્ધિ બુલ્સનો રુષભ કારિયા (૩૦ રન અને એક વિકેટ).
મૅચ – ૬ : ટૉપ ટેન્સ લાયન્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૫ રન – પ્રતીક ગડા ૫૬ બૉલમાં ૮૩, આદિત્ય શાહ ૧૮ બૉલમાં ૧૩ અને વિરલ કારિયા ૧૧ બૉલમાં ૧૧ રન. તીર્થ શાહ ૯ રનમાં ૩, પારસ વિસરિયા ૨૭ રનમાં બે અને રાહુલ ગાલા ૧૩ રનમાં એક વિકેટ)નો સ્કોચર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૧ રન – હર્ષિલ મોતા ૨૫ બૉલમાં ૪૩, ધવલ ગડા ૩૪ બૉલમાં ૩૫ અને રોમલ ગડા ૨૯ બૉલમાં ૨૮ રન. કુણાલ ગડા ૧૬ રનમાં ૩, દીપક શાહ ૧૩ રનમાં બે અને તેજસ ગડા ૨૩ રનમાં એક વિકેટ) સામે ૪ રનથી વિજય.
મૅન ઑફ ધ મૅચ : ટૉપ ટેન્સ લાયન્સનો પ્રતીક ગડા (૫૬ બૉલમાં ૮૩ રન અને એક કૅચ).
હવે શુક્રવારે સવારે વિમલ વિક્ટર્સ v/s RSS વૉરિયર્સ તથા બપોરે જૉલી જૅગ્વાર્સ v/s એમ્પાયર વૉરિયર્સ વચ્ચે ટક્કર જામશે.