Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં BESTની બસ અનેક વાહનો સાથે અથડાઈ, ૩ જણ ઘાયલ

મુંબઈમાં BESTની બસ અનેક વાહનો સાથે અથડાઈ, ૩ જણ ઘાયલ

Published : 18 August, 2026 07:32 AM | Modified : 18 August, 2026 07:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BESTના અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રાઇવરે હૅન્ડબ્રેક છોડ્યા પછી બસ અચાનક આગળ વધી ગઈ હતી

આ મામલાને સંભાળવા અને જરૂરી આગળની કાર્યવાહી કરવા માટે BESTના અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તસવીર: વિશેષ વ્યવસ્થા દ્વારા

આ મામલાને સંભાળવા અને જરૂરી આગળની કાર્યવાહી કરવા માટે BESTના અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તસવીર: વિશેષ વ્યવસ્થા દ્વારા


મુંબઈના અંધેરી વિસ્તારમાં સોમવારે બપોરે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની ઇલેક્ટ્રિક બસ ૬ વાહનો સાથે અથડાઈ હતી જેમાં ૩ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અંધેરી ઈસ્ટ-વેસ્ટને જોડતા ગોખલે બ્રિજ સિગ્નલ પર બની હતી. અંધેરી બસ-સ્ટેશન (પશ્ચિમ)થી વર્સોવા બસ-સ્ટેશન રૂટ પર દોડતી ૧૨ મીટર લાંબી ઈ-બસ ખાનગી બસ-ઑપરેટર PMIની હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કંપનીએ અત્યાર સુધીમાં BEST ઉપક્રમને લગભગ ૧૫૦ બસ ભાડાપટ્ટે આપી છે એમ અધિકારીઓએ વધુમાં કહ્યું હતું.

BESTના અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રાઇવરે હૅન્ડબ્રેક છોડ્યા પછી બસ અચાનક આગળ વધી ગઈ હતી અને સિગ્નલ પર ઊભેલી ૪ રિક્ષા, એક કાર અને એની આગળના સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક રિક્ષા-ડ્રાઇવર, એક રાહદારી અને એક સ્કૂટરસવારને ઈજા થઈ હતી. બસ-કન્ડક્ટરે પોલીસને જાણ કરી હતી, જેના પગલે ઘાયલ લોકોને મહાનગરપાલિકા સંચાલિત કૂપર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તાજેતરના ભૂતકાળમાં મુંબઈમાં BESTની બસના અનેક અકસ્માત થયા છે.



BESTના કર્મચારીઓની આજથી ફરીથી બેમુદત હડતાળ


બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST)ના કર્મચારીઓ તેમની વેતન, પગાર-સમાનતા, ફાઇનૅન્શિયલ સપોર્ટ અને રિટાયરમેન્ટ બેનિફિટ્સ સહિતની લાંબા સમયથી પડતર માગણીઓ માટે આજથી બેમુદત હડતાળ પર ઊતરવાના છે. BEST વર્કર્સ યુનિયનના જનરલ સેક્રેટરી શશાંક રાવે જાહેરાત કરી છે કે મુંબઈના ઑપેરા હાઉસ ખાતે યુનિયન ઑફિસની બહારથી સવારે ૧૧.૩૦ વાગ્યે આંદોલન શરૂ થશે. કર્મચારીઓના વણઉકેલાયેલા પ્રશ્નો વિશે સતત ચિંતાઓ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. યુનિયને  ૨૦૧૬-૨૦૨૧ અને ૨૦૨૧-૨૦૨૬ માટે બાકી રહેલા વેજિસ  સેટલમેન્ટના  અમલીકરણ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના બજેટમાં BEST માટે તાત્કાલિક નાણાકીય ફાળવણીની માગણી કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK