કુર્લામાં બેફામ બસ ચલાવીને ૯ જણનાં મોત નિપજાવનાર અને ૪૦ લોકોને ઘાયલ કરનાર ડ્રાઇવરની ઘટના તાજી જ છે ત્યાં ગઈ કાલે BESTના ડ્રાઇવરની બેદરકારીનો વધુ એક બનાવ વિક્રોલીમાં બન્યો હતો.
વિક્રોલીના કન્નમવારનગર બસ-ડેપો
થોડા વખત પહેલાં કુર્લામાં બેફામ બસ ચલાવીને ૯ જણનાં મોત નિપજાવનાર અને ૪૦ લોકોને ઘાયલ કરનાર ડ્રાઇવરની ઘટના તાજી જ છે ત્યાં ગઈ કાલે BESTના ડ્રાઇવરની બેદરકારીનો વધુ એક બનાવ વિક્રોલીમાં બન્યો હતો.
વિક્રોલીના કન્નમવારનગર બસ-ડેપોમાં ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે ચાલુ બસ ન્યુટ્રલમાં પાર્ક કરીને અને હૅન્ડ-બ્રેક ખેંચ્યા વગર એનો પંચાવન વર્ષનો ડ્રાઇવર સંતોષ ધોંડુ દેઉળકર કન્ટ્રોલ રૂમમાં આવેલા વૉશરૂમમાં ગયો હતો. એ વખતે બસ અચાનક ચાલુ થઈ ગઈ હતી અને ડ્રાઇવર વગર જ ૪૦ મીટર આગળ વધી સામે આવેલા ચાના સ્ટૉલ પર ઊભેલા ૨૦ વર્ષના યુવાનને અડફેટે લેતાં તે ઘાયલ થયો હતો. જોકે તેની ઈજા ગંભીર નહોતી. બસ અથડાતાં એ ટી-સ્ટૉલને પણ નુકસાન થયું હતું. જોકે ઘાયલ યુવાને આ બાબતે ફરિયાદ નોંધાવી નહોતી એટલે વિક્રોલી પોલીસે આ સંદર્ભે ડ્રાઇવરને નોટિસ આપી છોડી મૂક્યો હતો. ડ્રાઇવર સંતોષની મેડિકલ-ટેસ્ટમાં તેણે દારૂ નહોતો પીધો એવું જણાઈ આવ્યું છે.