Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય જનતા પાર્ટીએ એના મુંબઈના પદાધિકારીઓની નિમણૂક કરી

ભારતીય જનતા પાર્ટીએ એના મુંબઈના પદાધિકારીઓની નિમણૂક કરી

Published : 06 March, 2026 09:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિન્દુ ત્રિવેદીને સેક્રેટરીની પોસ્ટ અપાઈ, ગુજરાતી સેલના સંયોજક તરીકે બિમલ ભુતાની નિમણૂક

બિમલ ભુતા, બિન્દુ ત્રિવેદી

બિમલ ભુતા, બિન્દુ ત્રિવેદી


ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ અમીત સાટમે ગઈ કાલે તેમની પાર્ટીના મુંબઈના પદાધિકારીઓ અને કમિટી મેમ્બરોની નિયુક્તિ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. મુખ્યત્વે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં જે ભૂતપૂર્વ નગરસેવકો અને નગરસેવિકાઓએ ટિકિટ માગી હતી પણ તેમને ટિકિટ ફાળવી નહોતી શકાઈ એવા પાર્ટીના નિષ્ઠાવંત કાર્યકરોને પાર્ટીના પદાધિકારી અને કમિટી મેમ્બર્સ બનાવીને તેમને મહત્ત્વની કામગીરી સોંપવામાં આવી છે.

ઘાટકોપરમાં વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલાં અને નગરસેવિકા પણ રહી ચૂકેલાં બિન્દુ ત્રિવેદીએ BMCની આ વખતની ચૂંટણી માટે પણ ઉમેદવારી માગી હતી. જોકે પાર્ટીએ તેમને ટિકિટ નહોતી ફાળવી. ટિકિટ ન મળતાં તેમણે એ બાબતે નારાજગી પણ દર્શાવી હતી. જોકે પાર્ટીએ હવે તેમને સેક્રેટરીની પોસ્ટ આપીને બાજી સુધારી લીધી છે.



આ નિયુક્તિમાં કેટલાક ગુજરાતી કાર્યકરોની પણ પસંદગી કરવામાં આવી છે. એ અંતર્ગત કુલ ૮ સેક્રેટરીમાંથી બિન્દુ ત્રિવેદી અને જિગર કરાણી બે ગુજરાતી છે, જ્યારે પાર્ટીના ખજાનચીની જવાબદારી જેમ ઍન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચૅરમૅન કિરીટ ભણસાલીને ફરી એક વાર સોંપવામાં આવી છે. કમિટી-મેમ્બર તરીકે મહેશ કારિયાની વરણી થઈ છે. આ ઉપરાંત ગુજરાતી સેલના સંયોજક તરીકે બિમલ ભુતા અને સહસંયોજક તરીકે સી. વી. શાહની વરણી થઈ છે. લીગલ સેલના સંયોજક તરીકે ઍડ્વોકેટ અમીત મહેતા અને સાંસ્કૃતિક સેલના સંયોજક તરીકે જેસલ કોઠારીની નિમણૂક કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK