મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૪ તેમ જ એકનાથ શિંદે અને અજિત પવારે વિધાન પરિષદના ૧-૧ સભ્યને ઉતાર્યા હતા.
અજિત પવાર, એકનાથ શિંદે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૪ તેમ જ એકનાથ શિંદે અને અજિત પવારે વિધાન પરિષદના ૧-૧ સભ્યને ઉતાર્યા હતા. આ તમામ નેતાઓ ચૂંટાઈ આવ્યા છે. આથી નવી સરકારની સ્થાપના થયા બાદ આ બેઠકોમાં અસંતુષ્ટોને સ્થાન આપવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. BJPએ વિધાન પરિષદના સભ્ય ચંદ્રશેખર બાવનકુળે, ગોપીચંદ પડળકર, રમેશ કરાડ અને પ્રવીણ દટકેને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી આપી હતી. આવી જ રીતે એકનાથ શિંદેએ આમશ્યા પાડવી અને અજિત પવારે રાજેશ વિટેકરને વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતા. આ તમામનો વિજય થયો છે.