મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સંસદસભ્ય હોય એવા પાંચ પરિવારમાં વિધાનસભ્ય પણ ચૂંટાઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
નારાયણ રાણે
સામાન્ય રીતે રાજનીતિમાં પરિવારવાદને નકારવામાં આવે છે, પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સંસદસભ્ય હોય એવા પાંચ પરિવારમાં વિધાનસભ્ય પણ ચૂંટાઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં, એક ભૂતપૂર્વ સંસદસભ્યનાં પુત્ર અને પુત્રી વિધાનસભ્ય તરીને ચૂંટાયાં છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે BJPના સંસદસભ્ય છે તો તેમના પુત્ર નીતેશ અને નીલેશ રાણે વિધાનસભ્યની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા છે. આથી એક જ ઘરમાં એક સંસદસભ્ય અને બે વિધાનસભ્ય છે.