Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે મહાનગરપાલિકામાં BJP અને શિવસેના વચ્ચે જામી પડી

થાણે મહાનગરપાલિકામાં BJP અને શિવસેના વચ્ચે જામી પડી

Published : 17 May, 2026 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બધી ધમાલ ચાલુ હતી અને અચાનક જ રાષ્ટ્રગીત ચાલુ કરી દેવામાં આવ્યું હ

થોડી જ મિનિટોમાં કરોડો રૂપિયાના પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવતાં BJPના નગરસેવકો આક્રમક થયા હતા.

થોડી જ મિનિટોમાં કરોડો રૂપિયાના પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવતાં BJPના નગરસેવકો આક્રમક થયા હતા.


રાજ્ય સરકારમાં મહાયુતિના સાથી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં સામસામે છે. શિવસેના સત્તા પર છે, જ્યારે BJP વિરોધ પક્ષમાં છે. ગઈ કાલે BJPના નગરસેવકોએ સત્તાધારી શિવસેનાએ સેંકડો કરોડ રૂપિયાનાં ૨૫૦ જેટલાં કામને કેટલીક જ મિ​િનટોમાં મંજૂરી આપી હોવાનો આરોપ કર્યો હતો. સભાગૃહમાં માહિતી ન આપતાં જ પ્રસ્તાવ મંજૂર થઈ જતાં BJPના નગરસેવકો આક્રમક થઈ ગયા હતા. તેમણે એ પ્રસ્તાવને મંજૂરીની વિરુદ્ધ પોડિયમ પર ચડી એનો વિરોધ દર્શાવીને નારાબાજી કરી હતી. 

આ બધી ધમાલ ચાલુ હતી અને અચાનક જ રાષ્ટ્રગીત ચાલુ કરી દેવામાં આવ્યું હતું. એથી ફરી વિવાદ થયો હતો. રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ કરીને ફરી BJPના નગરસેવકોએ સભાગૃહમાં ધમાલ મચાવી હતી. એ પછી BJPના નગરસેવકોએ નૌપાડા પોલીસ-સ્ટેશન પર મોરચો કાઢીને આ સંદર્ભે સંબંધિતો પર કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.jan


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK