અધિકારીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ બાબતે મૌન સેવીને બોલવાનું ટાળ્યું હતું.
મુલુંડના કાલિદાસ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવેલી તોડકામ-કાર્યવાહી.
મેયર રિતુ તાવડેના આકરા વલણ અને આદેશ બાદ BMCના T વૉર્ડના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી વિભાગે ઍક્શન મોડમાં આવીને મુલુંડના કાલિદાસ કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે કાર્યવાહી કરી હતી. BMCની ટીમે મૅરેજ હૉલ અને ટેનિસ કોર્ટ નજીકનાં અમુક ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યાં હતાં. જોકે સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી થઈ હતી, કારણ કે મેયરે જે મુખ્ય ગેરકાયદે હોટેલ અને બૅન્ક્વેટ હૉલની મુલાકાત લઈને નારાજગી વ્યક્ત કરી હતી એની આસપાસ કોઈ મક્કમ કાર્યવાહી કરવામાં નહોતી આવી. બીજી તરફ આ તોડકામની કાર્યવાહી વિશે જ્યારે BMCના સંબંધિત અધિકારીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ બાબતે મૌન સેવીને બોલવાનું ટાળ્યું હતું.
