Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ બધા પરાજય ચર્ચાસ્પદ

આ બધા પરાજય ચર્ચાસ્પદ

Published : 17 January, 2026 07:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિંદેસેનાના સંસદસભ્ય રવીન્દ્ર વાયકરની દીકરી દીપ્તિ વાયકર હારી ગઈ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


શિંદેસેનાના સંસદસભ્ય રવીન્દ્ર વાયકરની દીકરી દીપ્તિ વાયકર હારી ગઈ
શિવસેના અનડિવાઇડેડમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા રવીન્દ્ર વાયકર પછીથી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા અને સંસદસભ્ય તરીકે જીત્યા હતા. જોકે BMCની ચૂંટણીમાં તેમણે દીકરી દીપ્તિ વાયકરને ઉતારી હતી પણ તેની હાર થઈ છે. શિવસેના (UBT)નાં લોણા રાવત નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવ્યાં છે.

નવાબ મલિકનો ભાઈ હારી ગયો
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને પાર્ટીના મુંબઈના અધ્યક્ષ નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકની વૉર્ડ-નંબર ૧૬૫માં હાર થઈ છે. કૉન્ગ્રેસના અશરફ આઝમી જીતી ગયા છે. ‍BJP સાથે અજિત પવારની મુંબઈમાં યુતિ ન થવાનું એક મુખ્ય કારણ નવાબ મલિક હતા. માફિયા ડૉન દાઉદની બહેન હસીના પારકરની પ્રૉપર્ટી ખરીદવાના આરોપસર નવાબ મલિક પર કેસ ચાલ્યો હતો અને તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું.

યોગિતા અને ગીતા ગવળી પણ હારી ગઈ
ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીની દીકરીઓ અને તેમની પાર્ટી અખિલ ભારતીય સેનાની ઉમેદવાર યોગિતા ગવળી અને ગીતા ગવળી પણ હારી ગઈ છે. ભાયખલાના વૉર્ડ-નંબર ૨૧૨માંથી ગીતા ગવળીએ ઝુકાવ્યું હતું તેને સમાજવાદી પાર્ટીની શેહઝાન અબ્રાહનીએ હરાવી છે. વૉર્ડ-નંબર ૨૦૭માંથી ઝુકાવનાર યોગિતા ગવળીને BJPના રોહિદાસ લોખંડેએ હરાવી છે.

વૈશાલી શેવાળેનો પરાભવ 
ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ શેવાળેનાં ભાભી વૈશાલી શેવાળેએ ધારાવીના 
વૉર્ડ-નંબર ૧૮૩માંથી ઝુ​કાવ્યું હતું. તેમનાં પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસનાં આશા કાળેએ તેમને ૧૪૫૦ મતથી હરાવ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK