BJP દ્વારા મતગણતરીને પડકારવામાં આવી છતાં વિજય થયો: ટ્યુલિપ મિરાન્ડા કૉર્પોરેટર તરીકે બીજી મુદત માટે સેવા આપશે...
કાલિનાનાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર માત્ર ૭ મતથી જીત્યાં
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ચૂંટણીની ગણતરી દરમ્યાન સાંતાક્રુઝ-ઈસ્ટમાં ભારે રસાકસી જોવા મળી હતી. કૉન્ગ્રેસનાં ટ્યુલિપ મિરાન્ડા કાલિના (વૉર્ડ-નંબર ૯૦)માં માત્ર ૭ મતની લીડ સાથે વિજયી બન્યાં છે. ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસ (INC)ની ઉમેદવાર ટ્યુલિપ મિરાન્ડાએ ૫૧૯૭ મત મેળવ્યા હતા અને તેમના વિરોધી ભારતીય જનતા પાર્ટી (BJP)નાં જ્યોતિ ઉપાધ્યાય ૫૧૯૦ મત સાથે રનરઅપ રહ્યાં હતાં. આ વૉર્ડમાં ઊભેલા કુલ ૧૦ ઉમેદવારમાંથી આ બન્ને ઉમેદવારમાં સ્પર્ધા જોવા મળી હતી. BJPના ઉમેદવારે ફરી મતગણતરી માટે ચૅલેન્જ કરી હતી. જોકે એમાં પણ રિઝલ્ટ સરખું જ રહ્યું હતું. ટ્યુલિપ મિરાન્ડા કૉર્પોરેટર તરીકે તેમના બીજા કાર્યકાળમાં સેવા આપશે.


